રાજકોટ સ્માર્ટ સીટીના ૯૩૦ એકર વિસ્તારમાં વૃક્ષારોપણ કરતા મ્યુનિ. કમિશનર.

રાજકોટ સ્માર્ટ સીટીના ૯૩૦ એકર વિસ્તારમાં વૃક્ષારોપણ કરતા મ્યુનિ. કમિશનર.
રાજકોટ : રાજકોટ શહેરને ગ્રીન અને સુંદર બનાવવાના આશય સાથે મ્યુનિ.કમિશનર આનંદ પટેલે સ્માર્ટ સિટી એરિયામાં મુલાકાત કરી વૃક્ષારોપણ કર્યું હતું. મ્યુનિ. કમિશનર જણાવ્યું હતું કે સ્માર્ટ સિટી વિસ્તારમાં ૪૫૦૦૦ વૃક્ષો વાવવાનો ટાર્ગેટ અગાઉ ૧૨૦૦૦ વૃક્ષો વાવી દીધા છે અને હાલ ૭૫૦૦ વૃક્ષો વાવવામાં આવ્યા. સ્માર્ટ સીટી અંતર્ગત એરિયા બેઇઝ ડેવલોપમેન્ટ વિસ્તારમાં તા.૧-૧૧-૨૦૨૩ના રોજ ૭૫૦૦ વૃક્ષોનું રોપાણ કરવામાં આવેલ છે. આ વૃક્ષારોપણ કાર્યકમ મ્યુનિ. કમિશનર તથા રાજકોટ સ્માર્ટ સીટી ડિરેક્ટર આનંદ પટેલ, નાયબ કમિશનર તથા રાજકોટ સ્માર્ટ સીટી CEO ચેતન નંદાની, સિટી એન્જિનિયર વાય.કે.ગોસ્વામી તથા L&T ના પ્રોજેક્ટ મેનેજર અને રાજકોટ સ્માર્ટ સીટીનો સ્ટાફ, એજન્સી સ્ટાફ દ્વારા આયોજન કરેલ છે.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300