૯ ડિસમ્બરે જિલ્લાની અદાલતોમાં નેશનલ લોક અદાલત યોજાશે

૯ ડિસમ્બરે જિલ્લાની અદાલતોમાં નેશનલ લોક અદાલત યોજાશે
નર્મદા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળનાં ચેરમેન એન.આર.જોષીનાં અધ્યક્ષ સ્થાને નેશનલ લોક અદાલતનું આયોજન
ફોજદારી સમાધાન લાયક કેસો, એનઆઇ એક્ટ કલમ ૧૩૮, એમએસીટી કેસો, મજૂર વિવાદ કેસો, લગ્ન વિવાદો (છૂટાછેડા સિવાયના કેસો) જમીન સંપાદનના કેસો, સેવા સંબંધિત બાબતો જેવી કે પગાર અને ભથ્થાઓ અને નિવૃત્તિ લાભો, મહેસુલ કેસો અને અન્ય નાગરિક કેસો (ભાડુ, ભરણપોષણ દ્વારા ઇઝમેન્ટરી રાઇટ્સ, મનાઈ હુકમ, અન્ય વિશિષ્ટ કેસો) સમાધાન માટે મુકી શકાશે
ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ, અમદાવાદનાં માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા કાનુની સેવા સત્તા મંડળનાં ચેરમેન એન.આર.જોષીનાં અધ્યક્ષસ્થાને નર્મદા જિલ્લાની તમામ અદાલતોમાં તા. ૦૯ ડિસેમ્બર ૨૦૨૩ નાં રોજ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે.
આ નેશનલ લોક અદાલતમાં ફોજદારી સમાધાન લાયક કેસો, એનઆઇ એક્ટ કલમ ૧૩૮, એમએસીટી કેસો, મજૂર વિવાદ હેઠળના કેસો, લગ્ન વિવાદો (છૂટાછેડા સિવાયના કેસો) જમીન સંપાદનના કેસો, સેવા સંબંધિત બાબતો જેવી કે પગાર અને ભથ્થાઓ અને નિવૃત્તિ લાભો, મહેસુલ કેસો અને અન્ય નાગરિક કેસો (ભાડુ, ભરણપોષણ દ્વારા ઇઝમેન્ટરી રાઇટ્સ, મનાઈ હુકમ, અન્ય વિશિષ્ટ કેસો) સમાધાન માટે મુકી શકાશે.નેશનલ લોક અદાલત બાબતે વધુ જાણકારી મેળવવા માંગતા હોય તેવા લોકોએ જિલ્લા કાનુની સેવા સત્તામંડળ નર્મદા, તાલુકા કાનુની સેવા સમિતિ, રાજપીપલા ૦૨૬૪૦-૨૨૦૨૯૪, તાલુકા કાનુની સેવા સમિતિ, દેડિયાપાડા ૦૨૬૪૯-૨૩૪૦૦૪, તાલુકા કાનુની સેવા સમિતિ, સાગબારા ૦૨૬૪૯-૨૫૫૨૫૦, તાલુકા કાનુની સેવા સમિતિ, તિલકવાડા ૦૨૬૬૧-૨૬૬૧૨૩, તાલુકા કાનુની સેવા સમિતિ, ગરૂડેશ્વર ૦૨૬૪૦-૨૩૭૦૪૪ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, નર્મદાનો સંપર્ક સાધવાનો રહેશે તેમ એ.વાય.વકાની ફુલ ટાઈમ સેક્રેટરી, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, રાજપીપલા, જિ.નર્મદાનો સંપર્ક સાધવા નો રહેશે તેમ એક અખબારી યાદીમાં જણાવાયું છે.
રિપોર્ટ – વિપુલ ડાંગી,રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300