તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાહત દરે ફટાકડા વેચાણના સ્ટોલ નો પ્રારંભ

તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ કુંભારવાડા ધોરાજી આયોજિત રાહત દરે ફટાકડા વિતરણનો સ્ટોલનુ શ્રીસ્વામિનારાયણ મંદિરના પરમ પૂજ્ય સંતશ્રી મોહન પ્રસાદ સ્વામી, સંતશ્રી ભક્તિ સ્વામી, સંતશ્રી બાલકૃષ્ણ સ્વામી તેમજ રામાપીર મંદિરના મહંતશ્રી ભીખુ બાપુના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવેલ અને મોહન પ્રસાદ સ્વામી એ આરસી વચન આપેલ આ ઉદ્ઘાટન પ્રસંગે ધોરાજીની સામાજિક સેવાકીય સંસ્થાઓ લાયસ કલબ, ભારત વિકાસ પરિષદ, ગૌશાળા, ભારતીય જનતા પાર્ટી, રેવન્યુબાર એસોસીએશનના ટ્રસ્ટીઓ તથા પદાધિકારીઓ તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેલ અને સંસ્થાના પ્રમુખશ્રી રાજુભાઈ બાલધાએ તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવતી સેવાકીય પ્રવૃતિમાં કોઈપણ પાસેથી ફાળો લીધા વગર દર વર્ષે રાહત દરે ફટાકડાના વિતરણ કરીને તેમાંથી જે કાંઈ પણ નફો મળે છે તેમાંથી નવરાત્રી દરમિયાન ભૂલકા ગરબી નું આયોજન, બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વનિદાન કેમ્પ, પશુ રસીકરણ કેમ્પ, રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી, હિન્દુ તહેવારોની ઉજવણી, ગૌશાળામાં આર્થિક દાન, કુદરતી આફત દરમિયાન સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ જે કાંઈ પણ ફૂટ પેકેટ કે આર્થિક મદદની જરૂરિયાત થાય ત્યારે હર હંમેશ સાથે રહીને કામ કરવામાં આવે છે અને તેમાં ટ્રસ્ટના તમામ કાર્યકર્તાઓ તેમજ આ વિસ્તારના તમામ ભાઈ અને બહેનો નો સંપૂર્ણ સાથ અને સહકાર મળે છે આ રાહત દરે ફટાકડા સ્ટોલના ઉદ્ઘાટન ને સફળ બનાવવા માટે એ વી બાલધા, દિનેશભાઈ ઠુંમર, જેન્તીભાઈ બાલધા, શૈલેષભાઈ બાલધા, સંજયભાઈ જાગાણી, ચેતનભાઇ બાલધા, મહેશભાઈ બાલધા, પિયુષભાઈ વેકરીયા, પ્રદીપભાઈ સોજીત્રા, દિલીપભાઈ બાલધા, અતુલભાઇ વાગડિયા, મિલન બાલધા, પ્રફુલ બાલધા, પિયુષ બાલધા, અજય બાલધા, વિપુલ બાલધા, રાકેશ જાગાણી, જયેશ બાલધા, બાબુભાઈ વેકરીયા, મીતભાઈ, લવભાઈ, રાજભાઈ, ભાસ્કરભાઈ, અભીભાઈ, ધ્રુવભાઈ, આર્યનભાઈ વગેરે નાના મોટા કાર્યકર્તાઓ સાથે સાધુ સંતોના હસ્તે સ્ટોલને ખુલ્લો મુકવામાં આવેલ
રિપોર્ટ વિપુલ ધામેચા ધોરાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300