મહાદેવ શિવજી તો ભવ્ય, દિવ્ય અને સેવ્ય છે – પૂ.મોરારિબાપુ

મહાદેવ શિવજી તો ભવ્ય, દિવ્ય અને સેવ્ય છે – પૂ.મોરારિબાપુ
મહુવા ખાતેના વડલી, ભૂતનાથ મહાદેવનાં સાનિધ્યમાં રામકથા ગાન
મહુવા વડલી ભૂતનાથ મહાદેવનાં સાનિધ્યમાં રામકથા ગાન કરાવતાં શ્રી મોરારિબાપુએ કથા સંવાદમાં કહ્યું કે, મહાદેવ શિવજી તો ભવ્ય, દિવ્ય અને સેવ્ય છે.
રામકથા ‘માનસ ભૂતનાથ’ વર્ણન ગાનના છઠ્ઠા દિવસે વ્યાસપીઠ પરથી શ્રી મોરારિબાપુએ કથા પ્રવાહ સાથે સાંપ્રત આવશ્યક ચિંતન રજૂ કર્યું. રામાયણના પ્રારંભિક સંવાદોના ઉલ્લેખ મુજબ શિવ પાર્વતીજી અંગે જણાવી શ્રી મોરારિબાપુએ મહાત્મ્ય કહ્યું કે, મહાદેવ શિવજી તો ભવ્ય, દિવ્ય અને સેવ્ય છે. શિવજી ભવ્ય સરાહનીય છે, દિવ્ય દર્શનીય છે અને સેવ્ય સેવન કરવા જેવા છે. મહાદેવ તો ભાવપ્રિય છે.
શ્રી મોરારિબાપુએ રામકથા સાથેના પ્રસંગ વર્ણન કરતાં ટકોર પણ કરી કે, શાસ્ત્રોના જણાવ્યા મુજબ જે જવાબદારી હોય તે જ નિભાવજો, બીજે કૂદી ન પડતાં નહીતો માર ખાવો પડશે, અર્થાત્ નિષ્ફળતા સાંપડશે. શ્રી ત્રિભુવનદાદાની સુત્ર સંદેશ વાત કરતાં કહ્યું કે, ત્રણ બાબત ઘડો, ઘડી અને ઘોડો, આનું ધ્યાન રાખજો. જે મુજબ ઘડામાં કાણું પડવું ન જોઈએ, ઘડી એટલે પળ સમયને ઓળખી લેવો જોઈએ અને ઘોડો જે મન કે ઈન્દ્રિયોને કાબૂમાં રાખવા પર ભાર મુકાયો.
હનુમાનજી મહારાજના ત્રણ મુખ સ્વરૂપો વિવિધ ઉલ્લેખ આધાર મુજબ શિવ, વાનર અને મનુષ્ય રૂપે રહેલા છે. વિવિધ પ્રસંગો સાથે રામજન્મ ઉત્સવ મનાવાયો છે.
શ્રી દાનાભાઈ કળસરિયા, શ્રી પરેશભાઈ કળસરિયા તથા ફાફડા વાળા પરિવાર દ્વારા નિમિત્તમાત્ર યજમાન પદે આ રામકથામાં અહીંના ભૂતનાથ મહાદેવ સંકુલ વિકાસ માટે શ્રી મોરારિબાપુ દ્વારા પ્રથમ પુષ્પ અર્પણ કરાયા બાદ દાતાઓ દ્વારા ઉદાર ફાળો એકત્ર થઈ રહ્યો છે, જેની વિગત અહીંયા શ્રી રણછોડભાઈ હડિયાએ પ્રસ્તુત કરી હતી.
શ્રી મોરારિબાપુના શ્રી ત્રિભુવનદાદાના પ્રસંગો આધારિત સંકલન ‘સમૃતિર્લબ્ધા’ ભાગ ૨ પ્રકાશન સંપાદક શ્રી સુધાબેન રાચાણી અને સાથીદારોની ઉપસ્થિતિમાં શ્રી મોરારિબાપુ દ્વારા લોકાર્પણ થયેલ. આ સંચાલનમાં શ્રી નીતિન વડગામા રહ્યા હતા.
રામકથામાં ભાવિક શ્રોતાઓના પ્રભુપ્રસાદ ભોજન વિભાગમાં જઈ શ્રી મોરારિબાપુએ રામ રોટી પ્રસાદ મેળવ્યો હતો.
કથા લાભ માટે સંતો, વિદ્વાનો, આગેવાનો સહિત ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300