ઉપલેટા : ઈસરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી

ઉપલેટા : ઈસરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી
Spread the love

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ઇસરા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચતા ઢોલ શરણાઈ સાથે પરંપરાગત રીતે ગ્રામજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતુ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભો અને સહાય અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોદન કરતા જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લોકો માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ત્યારે આ યોજના અને કાર્યક્રમનો ગ્રામજનોને લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મેરી કહાની મેરી ઝુબાની અંતર્ગત લાભાર્થીઓએ તેના પ્રતિભાવો રજૂ કર્યા હતા.આ કાર્યક્રમમાં આરોગ્ય, ખેતીવાડી, આઇસીડીએસ સહિતના વિભાગના સ્ટોલની દર્શન અને વિવિધ યોજનાઓ ની માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ અને જાણકારી લોકોને ઘર આંગણે મળી રહે એ નિર્ધાર સાથે રાજ્યની સાથે સમગ્ર જિલ્લામાં કાર્યક્રમ યોજાઇ રહ્યા છે. જેનો વ્યાપક પ્રતિસાદ પણ મળી રહ્યો છે.આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ,મામલતદાર. નાયબ મામલતદાર. ટી ડી યો સાહેબ. આરોગ્ય સમિતિના P G V C L સ્ટાફ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટ વિપુલ ધામેચા ઉપલેટા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Screenshot_2023-12-12-15-54-51-15_e55d67e6190e80b161828c9e2aa77e01-1.jpg Screenshot_2023-12-12-15-55-11-02_e55d67e6190e80b161828c9e2aa77e01-2.jpg Screenshot_2023-12-12-15-54-25-37_e55d67e6190e80b161828c9e2aa77e01-0.jpg

Avatar

Vipul Dhamecha

Right Click Disabled!