ઉપલેટા આહિર સમાજ માટે ખૂબ જ દુ:ખદાયી રહ્યું : એક વર્ષના ગાળામાં 4 આગેવાનો ગુમાવ્યા

ઉપલેટા ૨૦૨૩ નું આ વર્ષે ઉપલેટા શહેર અને તાલુકા આહિર સમાજ માટે ખુબજ ભારે અને દુ:ખદાથી રહયુ કારણકે આ એકજ વર્ષેના ટુંકા ગાળામાં આહિર સમાજે ચાર ચાર ધુરંધર આગેવાનો ગુમાવ્યા તેમાં ત્રીસ ત્રીસ વર્ષે સુધી તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે રહેલા અને બે બે વખત ધારાસભાની ચુટણીમાં બન્ને વખત સાવ ૨૦૦ ૪૦૦ જેવા નજીવા મતે હારેલા સ્વ. રાજાભાઈ રામભાઈ સુવાનું ત્યારબાદ નગરપાલીકામાં બે બે ટર્મે સુધી પ્રમુખ રહેલા અને ભારતભરના આહિર સમાજમાં જેમનું ખુબજ મોટુ નામ હતુ. નિડર આગેવાનની છાપ ધરાવતા સ્વ. જેઠાભાઈ ફોગલભાઈ ડેર ત્યારબાદ મુળ ખાખીજાળીયાના અને સૌરાષ્ટ્ર આહિર સમાજમાં ખુબ મોટુ નામ હતુ તેવા અગ્રગણી બિલ્ડર્સે સ્વ. કારાભાઈ રામભાઇ સુવા અને આજે નગરપાલીકાના પુર્વે પ્રમુખ નિડર આગેવાન પીઠળ ગ્રુપના નરેન્દ્રભાઈ સુવા (લાલ માસ્તર) ના કાકા સ્વ. રામભાઈ ગોવાભાઈ સુવા નું દુઃખદ અવસાન થયેલ છે અને કોરોના કાળ માં પણ આવા જ એક ધુરંધર આગેવાન સ્વ. ડી કે. બારૈયા નું પણ દુઃખદ અવસાન થયેલ હતુ આવા ટુંકા સમયમાં ચાર ચાર આગેવાનોના દુ:ખદ અવસાનથી ઉપલેટા શહેર અને તાલુકાના આહિર સમાજને ખુબજ મોટી ખોટ પડી છે.
અહેવાલ : વિપુલ ધામેચા (ઉપલેટા)