બાબરાના ચમારડી ગામે રાધે ફાર્મ ખાતે સરદાર પટેલનું જીવનકવન ચર્ચાયું

બાબરાના ચમારડી ગામે રાધે ફાર્મ ખાતે સરદાર પટેલનું જીવનકવન ચર્ચાયું
Spread the love
  • જય સરદારના જય ઘોષ સાથે વડીયા કુંકાવાવ વિસ્તારના ગ્રામ્ય પંથક માટે લોખંડી પુરુષ સરદાર પટેલના સ્ટેચ્યુ અર્પણ કરાયા
  • રાજ્ય વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થતીમાં પચીશ ગામોના સરપંચો દ્વારા સ્ટેચ્યુ પુજન કરવામાં આવ્યું

બાબરા : બાબરા તાલુકાના ચમારડી ગામે ભામાશા ગોપાલભાઈ પ્રાગજીભાઈ વસ્તરપરા દ્વારા પ્રથમ બાબરા અને લાઠી તાલુકા સહિતના ગામોમાં સરદાર વલ્લભભાઈ પટેલની 147 મી જન્મ જયંતી વખતે 147 સ્ટેચ્યુ અનાવરણ કરાવવા માં આવ્યા હતા બાદ આગામી વર્ષ 2025 સુધીના સરદાર પટેલ ની 150 મી જન્મ જયંતી સુધીમાં ગુજરાત રાજ્યમાં 5000 સ્ટેચ્યુ અર્પણ કરવા લીધેલા સંકલ્પના ભાગરૂપે આજે ગુજરાત વિધાન સભાના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય શ્રી કૌશિક વેકરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં વડીયા કુંકાવાવ વિસ્તારના ગ્રામજનો અને સરપંચો દ્વારા સરદારના સ્ટેચ્યુનું પુજન કરી અને પુરા કદના સરદારના સ્ટેચ્યુ પોતપોતાના ગામેમાં મુખ્ય ચોકમાં સ્થાપિત કરવા કામગીરી આગળ વધારી હતી.

સંકલ્પ બધ્ધ ગોપાલભાઈ વસ્તરપરા દ્વારા બિન રાજકીય અને રચનાત્મક કાર્ય ના ભાગ સરદાર સાહેબના સ્ટેચ્યુ ગામો ગામ અર્પિત કરવા માટે જાહેર કોલ આપતા ઉપસ્થિત આગેવાનો સર્વ શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા,હિંમતભાઈ દેત્રોજા રાજુભાઈ વિરોજા સહિત ગ્રામ્ય સરપંચો આગેવાનો દ્વારા કાર્ય વધાવવામાં આવ્યું હતું. ચમારડીના મુળ વતની અને સુરત ખાતે ઉદ્યોગજગતમાં અવ્વલ સ્થાન પામેલા ગોપાલભાઈ વસ્તરપરા દ્વારા સમાજ માં અંધશ્રધા અને કુરિવાજોને તિલાંજલિ તેમજ સમૂહ લગ્નો ગૌ શાળા સહિત ધાર્મિક અનુદાન આપી એક મુઠી ઊંચેરા માનવી તરીકે પોતાની નિષ્ઠા સ્થાપિત કરી છે.

ઉપસ્થિત વિધાનસભાના નાયબ દંડક કૌશિકભાઈ વેકરીયા દ્વારા સરદાર પટેલની ગરિમા પૂર્ણ કામગીરી અને દેશની આઝાદીમાં કરેલ કામગીરીની યાદી કરી શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવેલ હતા. જ્યારે ઉપસ્થિત આગેવાનો દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહથી દેશના વિવિધ રજવાડાના વિલીકરણ અંગે વિશેષ ચર્ચા કરી હતી. આગામી દિવસોમાં ગુજરાતના 5000 ગામોના વિવિધ જાહેર ચોક જાહેર સ્થળોમાં સરદાર પટેલના સ્ટેચ્યુ અર્પિત કરવા તખ્તો તૈયાર થયાનું અને વિવિધ ગામોના આગેવાનો સરપંચો સહિત ચમારડી ખાતે રાધે ફાર્મનો સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું હતું.

દિપક કનૈયા (બાબરા)

IMG-20231205-WA0065.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!