રાધનપુરના વડનગર ખાતે રાજ્યપાલએ લીધી મુલાકાત

રાધનપુરના વડનગર ખાતે રાજ્યપાલએ લીધી મુલાકાત
Spread the love

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગર ગામ ખાતે રાજ્યપાલએ લીધી શંકરભાઈ ચૌધરીનાં પિતાશ્રીનું નિધન થતાં શ્રદ્ધાંજલિ આપવા પહોચ્યા હતાં. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનાં પિતાશ્રી લગધીરબાપાનું 102 વર્ષની વયે નિધન થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી છે.

પૂજ્ય લગધીરબાપાને શ્રદ્ધાંજલી અર્પણ કરવા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના વડનગર ગામ સ્થિત તેઓના નિવાસસ્થાને આવ્યા હતાં. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પૂજ્ય લગધીરબાપાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.

આ પ્રસંગે બનાસકાંઠાના સંસદસભ્ય પરબતભાઈ પટેલ, પાટણ જિલ્લા કલેકટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકી, તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક રવીન્દ્ર પટેલ તેમજ બનાસકાંઠા અને પાટણ જિલ્લાના ધારાસભ્યો અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

રિપોર્ટ : અનિલ રામાનુજ (રાધનપુર)

IMG-20231205-WA0073-2.jpg IMG-20231205-WA0071-0.jpg IMG-20231205-WA0074-1.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!