અમરેલી સાંસદ નારણ ભાઈ કાછડીયા ના પ્રયાસોથી મહુવા સુરત વિશેષ ટ્રેન દોડશે

અમરેલી સાંસદ નારણ ભાઈ કાછડીયા ના પ્રયાસોથી મહુવા સુરત વિશેષ ટ્રેન દોડશે
લીલીયા સ્ટેશન પર પેસેન્જરો સાથે કરી મુલાકાત ને તાગ મેળવી પુંન રેલ સુવિધા સાંસદ દ્વારા કરાવાઈ ચાલુ
સાંસદ નારણભાઈ કાછડીયા દ્વારા પેસેન્જરટ્રેનના ટ્રાફિક ની લીલીયા સ્ટેશન પર સ્થળ મુલાકાત કરી ને પેસેન્જર ને પડતી અગવડતા નો તાગ મેળવી તાત્કાલિક લીલીયા રેલવે સ્ટેશનથી રેલવે વિભાગને ફોન કરી અને ને લાંબા અંતર સુધી હાલ ટ્રેન ચલાવવાની જાણ કરાઈ જેમાં જણાવેલ કે લગ્નગાળાનો સમય હોય તો સુરત સુધી ટ્રેન સુવિધા ચાલુ કરાવવા માટે રેલ્વે વિભાગ ને જાણ કરાય ત્યારે રેલવે તંત્ર દ્વારા ટ્રેન ચાલુ કરી દેવામાં આવતા લોકોમાં એક જ ચર્ચા કે આને કહેવાય 108 સાંસદ નારણભાઈ કાછડીયા જોકે નારણભાઈ ની આગવી ઓળખ અને પોતાનો સંસદ એન્ટર પાસ 108 નંબરનો હોય ત્યારે લોકોના પ્રશ્નો બાબતે પણ જાતે નિરીક્ષણ કરી અને લોકોની સમસ્યા દૂર કરવાની આવડત ધરાવતા નારણભાઈ કાછડીયા નો લોકો હૃદય પૂર્વક આભાર માની રહ્યા છે આ ટ્રેન ની સુવિધા ૭ ડિસેમ્બર થી મહુવા સુરત વચ્ચે દોડશે દ્રી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન……
મુસાફરો ની સુવિધા માટે પશ્ચિમ રેલવે મહુવા અને સુરત વચ્ચે વિશેષ ભાડા પર દ્વિ સાપ્તાહિક વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે ભાવનગર ડિવિઝન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આ ટ્રેન મહુવાથી દર ગુરુવારે અને શનિવારે બપોરે ત્રણ 15 કલાકે દોડશે આ ટ્રેનને સાત ડિસેમ્બર 2023 થી 1 ફેબ્રુઆરી 2024 સુધી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે..
તેમજ મહુવા સુરત ટ્રેન મહુવાથી દર ગુરુવારે અને શનિવારે ત્રણ 15 કલાકે ઉપડશે અને બીજા દિવસે 33 કલાકે સુરત પહોંચશે આ ટ્રેન સાત ડિસેમ્બર 2023 થી 1 ફેબ્રુઆરી 2024 સુધી મહુવાથી દોડશે તેવી જ રીતે સુરત મહુવા દ્રી સાપ્તાહિક વિશેષ ટ્રેન દર બુધવારે અને શુક્રવારે સુરતથી ઉપડશે બીજા દિવસે મહુવા પહોંચશે આ ટ્રેન 6 ડિસેમ્બર 2023 થી 31 જાન્યુઆરી 2024 સુધી સુરત થી મહુવા સુધી દોડશે આ ટ્રેન બંને દિશામાં રાજુલા જંકશન સાવરકુંડલા લીલીયા જામનગર ઢસા ધોળા નિંગાળા બોટાદ ધંધુકા ધોળકા બાવળા ગાંધીધામ અમદાવાદ અને વડોદરા સ્ટેશન પર ઉભી રહેશે
ત્યારે પેસેન્જરો ની અગવડતા ને તાત્કાલિક સગવડ તા કરવા બદલ રેલ્વે તંત્ર અને સાંસદ નારણભાઈ કાછડીયા નો વિસ્તાર ના લોકોઆભાર માની રહ્યા છે
રિપોર્ટ :ઈમરાન એ પઠાણ.લીલીયા મોટા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300