રાજકોટ : ૬ માસથી નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી માલવીયાનગર પોલીસ સ્ટેશન.

રાજકોટ શહેર છેલ્લા ૬ માસથી નાસતા ફરતા આરોપીને શોધી કાઢતી માલવીયાનગર પોલીસ સ્ટેશન.
રાજકોટ : રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા સુચના આપેલ હોય નાસતા-ફરતા આરોપીઓ તથા પ્રોહી બુટલેગરો તથા માથાભારે ઈસમો તથા નામદાર કોર્ટમાંથી બીનજામીનલાયક વોરંટો તથા નામદાર કોર્ટમાંથી સજા પડેલ હોય તેવા આરોપીઓ મળી ન આવતા હોય જેઓને શોધી કાઢવા સુચના આપેલ હોય ઇન્ચાર્જ PI વી.આર.પટેલ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોર્ડના PSI એમ.એસ.મહેશ્વરી તથા સર્વેલન્સ સ્કોડના કર્મચારીઓ નામદાર કોર્ટમાંથી સજાના ઈસ્યુ કરેલ બે વોરંટમાં નાસતો ફરતો આરોપી પંકજભાઇ માવજીભાઇ પિત્રોડા રહે-“શ્રી હરી” હરીદ્રાર પાર્ક-૨ ગોંડલ રોડ રાજકોટ વાળાને શોધી કાઢવા સારૂ પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સર્વેલન્સ સ્કોડના અજયભાઇ વિકમા, ભાવેશભાઈ ગઢવી, અંકિતભાઇ નિમાવત નાઓને સંયુકત રીતે તેમના ખાનગી બાતમીદારો મારફતે મળેલ ચોકકસ બાતમી આધારે વોરંટના આરોપીને પકડી નીચે મુજબના સજાના ઈસ્યુ કરેલ વોરંટ આધારે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300