રાજ્ય કક્ષાના ધોરણ છ થી બાર ના વિદ્યાર્થી મિત્રોની માઈક્રોફિકશન સ્પર્ધા યોજાઈ

ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થા દ્વારા રાજ્ય કક્ષાના ધોરણ છ થી બાર ના વિદ્યાર્થી મિત્રોની માઈક્રોફિકશન સ્પર્ધા યોજાઈ
તા. 4 ડિસેમ્બર 2023 ના રોજ વન્યજીવ સંરક્ષણ વિષય પર માઈક્રોફિકશન 150 થી 250 શબ્દ ની સ્પર્ધા નું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું હતું. તેનું પરિણામ આજ રોજ તા. 5 ડિસેમ્બર 2023 સાંજે 6.00 કલાકે જાહેર કરવામાં આવ્યું હતું તેનો સન્માન સમારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી હર્ષા બેન પઢીયાર પોરબંદર જિલ્લા પ્રા. શાળાના શિક્ષિકા ઉપસ્થિત રહ્યા હતા. સરસ્વતી વંદન ઉષાબેન દાવડા દ્વારા કરવામાં આવી હતી. મહેમાન પરિચય સંસ્થા પ્રમુખ ડૉ. શૈલેષ વાણીયા શૈલ દ્વારા આપવામાં આવ્યો. આજની આ સ્પર્ધા ની અંદરપ્રથમ ક્રમાંક કેવિન વાણીયા ‘વિન ‘ “દ્વિતીય ક્રમાંક
ધરા વાણીયા “ધીર” તૃતીય ક્રમાંક ખુંટી રીયા હાથિયાભાઈ નિર્ણાયક : કિરણ ચોનકર “દિવાની” આ બધા વિદ્યાર્થી મિત્રોને તૈયાર કરાવનાર હષાૅબેન પઢીયાર તથા કમલેશ પટેલ નોહૃદયપૂર્વક આભાર માનવા માં આવે છે. મંચની અંદર સહયોગ આપનાર લતાબેન ચૌહાણ, જગદીશભાઈ, દિલીપભાઈ પટેલ, અનિલ દવેનો હ્દય પૂર્વક આભાર સંસ્થા માને છે. આભાર વિધિ કવિ મુસ્કાન દ્વારા કરવામાં આવી. રાષ્ટ્રગાન પ્રીતિબેન પરમાર પ્રિત દ્વારા કરવામાં આવ્યું 6.30 વાગ્યે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી રાષ્ટ્રગાન સાથે છૂટા પડ્યા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300