જૂનાગઢ આવતા પ્રવાસીઓ માટે વધુ એક સુવિધા

જૂનાગઢ આવતા પ્રવાસીઓ માટે વધુ એક સુવિધા
કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની પહેલથી ભવનાથ સુધી એસ.ટી. બસ સેવા શરૂ કરાઈ
એસટી બસ સ્ટેશનથી ભવનાથ સુધીની રૂ.૧૩ માં મુસાફરી કરી શકાશે: દરરોજની ૮ ટ્રીપ લગાવાશે
જૂનાગઢ : યાત્રાધામ અને પ્રવાસન ભૂમિ જૂનાગઢમાં પ્રવાસીઓનો મોટી સંખ્યામાં ધસારો જોવા મળે છે. ઉપરાંત ગિરનાર રોપ વે શરૂ થતા યાત્રાળુઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થાઈ રહ્યો છે. ત્યારે લોકોને એસ.ટી. બસ સ્ટેશનથી સીધુ જ ભવનાથ જવા માટે જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાની પહેલથી જાહેર પરિવહન સેવા શરૂ કરવામાં આવી છે.
જૂનાગઢ આવતા પ્રવાસીઓ અને અન્ય લોકો એસ.ટી. બસ સ્ટેશનથી ભવનાથ સુધીની મુસાફરી રૂ.૧૩માં કરી શકાશે. સવારે ૭ વાગ્યાથી શરૂ થનાર પરિવહન સેવા દરરોજની એસ.ટી. બસ સ્ટેશનથી ભવનાથ સુધીની ૮ ટ્રીપ લગાવશે.
ભવનાથ સુધીની આ બસનો રૂટ બસ સ્ટેશનથી ગાંધીચોક, રેલવે સ્ટેશન, મજેવડી દરવાજા, ગિરનાર દરવાજા અને દામોદર કુંડથી ભવનાથ સુધીનો રહેશે. તેવી જ રીતે રીટર્નમાં ભવનાથથી બસ સ્ટેશન સુધીની મુસાફરી કરી શકાશે.
કલેક્ટરશ્રીએ આ પરિવહન સેવાનો વધારો કરવા માટે એસ.ટી.ના વિભાગીય નિયામકશ્રી જરૂરી પરામર્શ કર્યો હતો. તેના પરિણામે આ બસ સેવા શરૂ થઈ છે.
કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાના નેતૃત્વ અને માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોની સુવિધામાં વધારો થાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300