ધોરાજી તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને વિનામૂલ્યે પતંગ-બ્યુગલ વિતરણ

ધોરાજી તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બાળકોને વિનામૂલ્યે પતંગ-બ્યુગલ વિતરણ
Spread the love

ધોરાજી તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ કુંભારવાડા દ્વારા ઉતરાયણ (મકરસંક્રાંતિ) નિમિત્તે બાળકોને વિનામૂલ્યે પતંગ તેમજ બ્યુંગલ વિતરણ કાર્યક્રમ તેમજ ધોરાજીની ગૌશાળાઓ જેમાં ૫૧૦૦૦/-નો ચેક શ્રીકૃષ્ણ ગૌશાળા વતી મનુભાઈ જાગાણી ને અર્પણ કરેલ તેમજ રૂ. ૫૧૦૦૦/- નો ચેક શ્રી ગોકુળધામ ગૌશાળા વતી ભુપતભાઈ હિરપરા ને અર્પણ કરેલ તેમજ રૂ. ૫૧૦૦૦/- નો ચેક શ્રી પાંજરાપોળ ગૌશાળા વતી કમલભાઈ મોદીને અર્પણ કરેલ ત્રણેય ગૌશાળાઓને આર્થિક સહયોગ રૂપે ચેક અર્પણ નાનકશાની જગ્યાના મહંત શ્રી ભીખુ બાપુ નાનક, મહંત શ્રી વિજય બાપુ, તેમજ આ વિસ્તારના આગેવાનો તથા સમાજ શ્રેષ્ઠિઓ RSS ના ચંદુભાઈ ચોવટીયા, જે. આર. બાલધા, પરસોતમભાઈ કાછડીયા, ચંદુભાઈ ઠુંમર, ભુપતભાઈ બાલધા, ગિરધરભાઈ વાગડિયા, ના વરદ હસ્તે ચેક અર્પણ તેમજ પતંગ અને બ્યુગલ વિતરણ કરવામાં આવેલ. આ તકે તુલસી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી રાજુભાઈ બાલધાએ બાળકોને શીખ આપેલ કે પક્ષીઓ વહેલી સવારે તેમના ઘરમાંથી બહાર નીકળતા હોય અને સૂર્યાસ્ત પહેલા તેમના ઘર માં પાછા ફરતા હોય તે સમય દરમિયાન પતંગ ઉડાડવી નહીં તેમજ જ્યારે પતંગ ઉડાડતા હોય ત્યારે અગાસી ઉપર થી ટીંગાવું નહીં તેમજ ઈલેક્ટ્રીક વાયરથી દૂર રહેવું અને કપાઈ ગયેલા પતંગોને પકડવા માટે રસ્તાઓ ઉપર દોડવું નહીં. જેથી આપણને કોઈ પણ જાતની ઈજા થાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. આ દ્વિવિધિ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના કાર્યકર્તાઓ દિનેશભાઈ ઠુમર, એ.વી. બાલધા, ચેતન બાલધા, શૈલેષ બાલધા, જેન્તીભાઈ બાલધા, સંજય જાગાણી, ગૌરાંગ બાલધા, સમીર બાલધા, તુંપેસ બાલધા, બાબુભાઈ વેકરીયા, દિલીપ બાલધા, વિરેન્દ્ર બાલધા, મિલન બાલધા, નવલ દાવરા, પ્રફુલ બાલધા, ધર્મેશ બાલધા, જસ્મીન ઠુંમર, રાકેશ જાગાણી, પિયુષ બાલધા, વિપુલ બાલધા, રાજ બાલધા, તેમજ નાના કાર્યકર્તાઓ લવભાઈ, ભાસ્કરભાઈ, આર્યનભાઈ, ધ્રુવભાઈ, યુગભાઈ, ઉત્સવભાઈ, ફાલ્ગુનભાઈ વિગેરે કાર્યકર્તાઓએ આ કાર્યક્રમને સફળ બનાવેલ હતો

રિપોર્ટ વિપુલ ધામેચા ધોરાજી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Screenshot_2024-01-14-16-26-15-92_6012fa4d4ddec268fc5c7112cbb265e7-2.jpg Screenshot_2024-01-14-16-26-06-65_6012fa4d4ddec268fc5c7112cbb265e7-1.jpg Screenshot_2024-01-14-16-25-05-40_6012fa4d4ddec268fc5c7112cbb265e7-0.jpg

Avatar

Vipul Dhamecha

Right Click Disabled!