મોરજેર મહાદેવ મોરડ મુકામે ગૌમાતાનું પૂજન અને ભંડારા નું આયોજન

મોરજેર મહાદેવ મોરડ મુકામે ગૌમાતાનું પૂજન અને ભંડારા નું આયોજન
પ્રકૃતિની ગોદમાં અને ઐતિહાસિક મહત્વ ધરાવતા મોરજેર મહાદેવ મોરડ મુકામે શિવલિંગ ઉપર કુદરતી બારેમાસ સતત જલાભિષેક થતો રહે છે. તેવી પુણ્યશાળી ભૂમિમાં આજે ઉતરાયણ ના પવિત્ર દિવસે દાન પુણ્ય નું મહત્વ રહેલું હોવાથી પીલુદરાથી પધારેલ સંત સાધ્વી અભિપસાબા અને સંતો દ્વારા ગૌમાતાઓનું પૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ 500 જેટલી ગાય માતાઓને મોરડના અરૂણભાઇ રામભાઈ પટેલ દ્વારા લીલો અને સૂકો ઘાસચારો આપવામાં આવ્યો હતો.
આ શુભ પ્રસંગે પ્રાંતિજ પીલુદરા ના સાધ્વી અભિપ્સાબા જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના આચાર્ય સુરેશભાઈ પટેલ તેમજ સૌ સંતોએ સંતવાણીનો લાભ આપ્યો હતો.
મોરડ તથા આજુબાજુ અને નારણપુરાના મગનભાઈ પટેલ તથા કોઠી કંપાના દેવશીભાઈ અને સવજીભાઈ પટેલ અને મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.. કાર્યક્રમને અંતે સૌએ મોરજેર મહાદેવ દાદાની આરતી ઉતારી અને મોરડના દાતા અરૂણભાઇ રામભાઈ પટેલ પરિવાર તરફથી આપવામાં આવેલ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો… કાર્યક્રમનું ભાવવાહી શૈલીમાં સુંદર સંચાલન લક્ષ્મીપુરાના જયંતીભાઈ પ્રજાપતિએ કર્યું હતું.
રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300