સુરેન્દ્રનગર ના યુવકે ખોવાયેલ iPhone માલિક ને પરત આપ્યો.

સુરેન્દ્રનગર ના યુવકે ખોવાયેલ iPhone માલિક ને પરત આપ્યો.
શાળામાં ધો.-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી દક્ષ મહેશભાઈ સતાપરાને શૈક્ષણિક પ્રવાસ દરમિયાન દીવ દરિયા કિનારેથી iPhone મળેલ. વિદ્યાર્થીએ તરત જ
પ્રવાસમાં સાથે રહેલ શિક્ષકોને તથા આચાર્યને મોબાઇલ મળ્યાની જાણ કરી.
દક્ષે મોબાઈલ તેના માલિકને શોધી પરત કરવા માટે કહ્યું. પ્રવાસમાંથી પરત આવી શાળાના આચાર્યશ્રીએ ફોનમાં રહેલ સીમકાર્ડમાંથી મોબાઈલ નંબર મેળવી
જામનગર એરફોર્સમાં નોકરી કરતા મોબાઇલ માલિક દેવેશ કુમારને જાણ કરી.તેઓએ જામનગરથી સુરેન્દ્રનગર આવી પોતાનો મોબાઈલ પરત મેળવ્યો હતો.
દીવ દરિયા કિનારેથી ખોવાયેલ પોતાનો રુપિયા 73,000/-ની કિંમતનો મોબાઈલ ફોન વિના પ્રયાસે મળી જતા તેઓએ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમજ વિદ્યાર્થી અને શાળા પરિવારનો ધન્યવાદ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ : જાડેજા દીપેન્દ્રસિંહ સુરેન્દ્રનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300