માંગરોળ ખાતે મકરસંક્રાતિના પરમ પાવન દિવસ નિમિત્તે ગૌ રક્ષા સેના દ્વારા ગૌ દાન સ્વીકારવા માટે ગૌ સ્ટોલનું આયોજન

માંગરોળ ખાતે મકરસંક્રાતિના પરમ પાવન દિવસ નિમિત્તે ગૌ રક્ષા સેના દ્વારા ગૌ દાન સ્વીકારવા માટે ગૌ સ્ટોલનું આયોજન
રક્ષા સેના દ્વારા ગૌ દાન સ્વીકારવા માટે બાયપાસ ઉપર ગૌ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું હતું
અહીં થી પસાર થતા લોકો દ્વારા ખુબજ ઉદાર હાથે અને શ્રદ્ધાપૂર્વક ગૌદાન આપવામાં આવ્યું
માંગરોળ : આજરોજ શ્રી ગૌરક્ષા સેના માંગરોળ દ્વારા આજ રોજ મકરસંક્રાતિનો અતિ પવિત્ર અને પાવન દિવસ હોય ગાય માતાની સેવા માટે સ્ટોલ નિધિ એકત્રિત કરવા માટે લોકો આજના પવિત્ર અને પાવન દિવસ માટે ગૌદાન આપી શકે એ માટે શ્રી માંગરોળ શ્રી ગૌરક્ષા સેના દ્વારા એક સ્ટોલ રાખવામાં આવેલ
હિન્દુ સંસ્કૃતિ ના ચાર આધાર અંગ અને અસ્મિતા એટલે ગૌ, ગંગા, ગાયત્રી અને ગીતા જેમાં ૩૩ કોટી દેવતાઓ વાસ કરે છે તેવી ગૌમાતા ને લીલો ઘાસચારો, નિરણ, પાણી, છાયો, દવા સારવાર વગેરે શ્રી ગૌરક્ષા સેના માંગરોળ આખું વર્ષ ગૌવંશની સુરક્ષા બિમાર ગાયોની સારવાર તેમજ ગૌ એમ્બ્યુલન્સ ના નિભાવ ની વ્યવસ્થા શ્રી ગૌરક્ષા સેના માંગરોળ દ્વારા કરવામાં આવી રહી છે.
કહેવાય છે કે દાનથી લક્ષ્મી પરિશુદ્ધ થાય છે અને દાનથી જ લક્ષ્મી સદ લક્ષ્મી બને છે અને દાનમાં પણ સૌથી ઉત્તમ દિવસ એટલે વર્ષમાં સરવોતમ મકરસંક્રાતિ સૂર્ય આજે ઉત્તર ગામી બને છે આજે કરેલું દાન અનેક ગણું ફળ આપે છે અનેક વિધ ની અંદર ગૌદાન એ સર્વ શ્રેષ્ઠ દાન મનાઈ છે. હિન્દુ સંસ્કૃતિમાં ઉત્તમોત્તમ પર્વ તરીકે આજના દિવસની ગણના થાય છે તેવી જ રીતે સમસ્ત પ્રાણીસૃષ્ટિમાં ગૌવંશને શ્રેષ્ઠ માનવામાં આવે છે તેથી જ આજના પવિત્ર દિવસે સમસ્ત હિન્દુ સંસ્કૃતિ પ્રેમીઓ ગૌ સેવાના કાર્ય કરતા હોય છે. તેથી જ આ પર્વને દિવસે કરેલું દાન અનેક ગણું ફળ આપે છે. માંગરોળમાં શ્રી ગૌરક્ષા સેના
દ્વારા ઘણા જ વર્ષોથી ૨૪ કલાક ૩૬૫ દિવસ નિસ્વાર્થ ભાવથી સેવા રાત-દિવસ જોયા વગર આપવામાં આવી રહી છે કોઈપણ જગ્યાએથી ગાય બીમાર હોય ઘાયલ હોય અશક્ત હોય કોલ આવે તો ગૌરક્ષા સેનાની ટીમ દ્વારા જેમ માણસો માટે ૧૦૮ દ્વારા સારવાર અપાઈ રહી છે તેવી જ રીતે માંગરોળ ગૌરક્ષા સેના ની ટીમ દ્વારા ગૌમાતાની નિશુલ્ક સારવાર અપાઈ રહી છે વિશેષ સારવારની જરૂરિયાત જણાઈ તો વધુ સારવાર માટે શ્રી મા ગૌ હોસ્પિટલ કુકસવાડા સારવાર અર્થે પહોંચાડવામાં આવે ઉત્તરાયણના પર્વ નિમિત્તે જ્યારે લોકો પોત પોતાના પરિવાર સાથે પોતાની છત પર પતંગ ચગાવવાનો આનંદ લેતા હોય છે ત્યારે ગૌરક્ષા સેના ના આ સેવાભાવી યુવાનો દ્વારા મૂંગા અને અબોલ જીવો માટે નિસ્વાર્થ સેવા કરી પોતે આ મૂંગા અને અબોલ જીવો માટે કંઈક કરી છૂટવાનો અનેરો આનંદ ઉઠાવ્યો હતો ધન્ય છે આ સેવા ભાવિ યુવાનોને શ્રી જી.કે.રબારી ના માર્ગદર્શન દ્વારા અતિ ઉત્તમ અને પવિત્ર ભગીરથ સેવા ગૌરક્ષા સેના ની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે શ્રી પ્રભાત ફેરી ધૂન મંડળ માંગરોળ ના સૌથી મોટા સહયોગ થી જેમ માણસો માટે ૧૦૮ ની વ્યવસ્થા સરકાર શ્રી દ્વારા કરવામાં આવેલી છે તેવી જ રીતે શ્રી ગૌરક્ષા સેના દ્વારા ગાય માતાની સારવાર માટે પણ ગાય માતાને સારવાર માટે લાવવા લઈ જવા માટેની વ્યવસ્થા રાખેલ છે તેમજ કોઈ જગ્યાએ મૂંગા અને અબોલ જીવ બીમાર હાલતમાં જોવા મળે તો તેમના માટે એક હેલ્પલાઈન નંબર ૭૮૦૧૯૧૦૧૦૮ આપવામાં આવ્યો છે.
આ નિસ્વાર્થ સેવા કાર્ય માં કોઈપણ સેવાકાર્ય માટે હંમેશા અગ્રેસરજ રહેતા હોઈ એવા માંગરોળ ગૌ રક્ષા સેનાની ટિમ દ્વારા નિસ્વાર્થ ભાવે મૂંગા અને અબોલ જીવો માટે નિસ્વાર્થ ભાવથી સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300