ચુડા : મકરસંક્રાંતિ ના પવિત્ર દિવસે લેવા પટેલ સમાજ દ્વારા અન્ન ક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું..

જુનાગઢ ના ભેસાણ તાલુકાના ચુડા ગામે આજે મકરસંક્રાંતિ ના પવિત્ર દિવસે લેવા પટેલ સમાજ દ્વારા અન્ન ક્ષેત્ર ચાલુ કરવામાં આવ્યું..
ભેસાણ તાલુકાના ચુડા ગામે આજરોજ મકરસંક્રાંતિના પવિત્ર દિવસે ગજેરા પરિવારના કુળદેવી ખોડીયાર માતાજીના મંદિરે લેવા પટેલ સમાજ દ્વારા અનક્ષેત્રનું શુભ આરંભ કરવામાં આવ્યું તેમાં લેવા પટેલ સમાજના એકલા રહેતા લોકો અને વૃદ્ધો અને ની સહાય લોકો માટે બંને ટાઈમ તદ્દન ફ્રી સાત્વિક ભોજન આપવામાં આવશે વધુમાં વાત કરતા આ સંસ્થાના આગેવાન રાણાભાઇ ગજેરા એ જણાવ્યું હતું અમે તમામ લોકોનો આભાર વ્યક્ત કરીએ છીએ કે જેઓ ચુડામાં રહેતા અને ચુડા થી બહાર શહેરમાં રહેતા ચુડા ગામના વતનીઓ દાતાશ્રીઓ અને ચુડામાં રહેતા સમાજના આગેવાનો અને યુવાનો કે જેઓ આ ભગીરથ કાર્યને ચાલુ કરવા માટે અમોને ખૂબ જ સહકાર આપ્યો છે અને આપતા રહેશે તે બદલ સમાજના ઘણા લોકોને આ સેવાનો લાભ મળશે તે બદલ સમાજ ના સેવા ભાભી લોકો અને વેપારી યુવાનો અને વડીલો સાથે ચર્ચા કરી હતી આજના શુભ દિવસે આ કાર્યનૂ શુભ મુહૂર્ત હોવાથી સાધુ સંતોના સન્માન કરવામાં આવ્યા હતા અને સુરત થી પધારેલ રાણાભાઇ ગજેરા સુરેશભાઈ ગોંડલીયા બાબુભાઈ વઘાસિયા સુરેશભાઈ માણવીયા ઉપસ્થિત રહ્યા અને બધાએ ભોજનમાં પ્રસાદ લીધો હતો આવા ખૂબ જ સુંદર અને સમાજલક્ષી આયોજન કરવા બદલ આ સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોને અમો અમારી ચેનલ વતી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ
રિપોર્ટ : પંકજ વેગડા ભેસાણ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300