ઉતરાયણ પર્વ નિમિતે સોશિયલ મીડિયાના માધ્યમથી દાન એકઠું કરીને અનાથ બાળકોને મદદ કરાય

ઉતરાયણ પર્વ નિમિતે સોશિયલ મીડિયાના માધ્યમથી દાન એકઠું કરીને અનાથ બાળકોને મદદ કરાય
Spread the love

ઉતરાયણ પર્વ નિમિતે સોશિયલ મીડિયાના માધ્યમથી દાન એકઠું કરીને અનાથ બાળકોને મદદ કરતા ન્યુ પાર્થ ના સંચાલક

સંજેલી તાલુકામાં જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ પ્રેરિત ન્યુ પાર્થ નવોદય તાલીમ કેન્દ્રો સંજેલી – મોરા – સુખસર કાર્યરત છે. જેમાં ધોરણ 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવોદય પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. સાથે સાથે અનાથ બાળકોને વિનામૂલ્યે માર્ગદર્શન, તાલીમ અને જરૂરી મટીરીયલ આપવામાં આવે છે.

જય અંબે એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી અને ન્યુ પાર્થ તાલીમ વર્ગના સંચાલક શ્રી દિલીપકુમાર એચ.મકવાણાના માર્ગદર્શનથી અનાથ બાળકોને શૈક્ષણિક સામગ્રી આપવાના હેતુસર સોશિયલ મીડિયા થકી ઉતરાયણ પર્વના પવિત્ર તહેવારમાં દાન નું બહુ મહત્વ હોવાથી એક sms દ્વારા દાન ની અપીલ કરી હતી જેમાં અંદાજે ૨૦૦૦ જેટલી રકમ મળી છે.. જે ટૂંક સમયમાં અનાથ બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવશે. આ કાર્યમાં દિલીપકુમાર મકવાણા, રાજુભાઈ મકવાણા અને સંગાડા અશ્વિનભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને જેમને દાન આપેલ છે તેમનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવેલ અને આવા સેવાકીય કાર્યો કરવા અપીલ કરી હતી.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20240114-WA0074-1.jpg IMG-20240114-WA0073-0.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!