હાલોલ-ચંદ્રપૂરા ગામે સ્ટેટ વિજીલન્સની રેડ,ગેસ ટેન્કર,આઈસર ટેન્કરમાં છૂપાવેલો વિદેશી દારૂ ઝડપી પડ્યો

હાલોલ-ચંદ્રપૂરા ગામે સ્ટેટ વિજીલન્સની રેડ,ગેસ ટેન્કર,આઈસર ટેન્કરમાં છૂપાવેલો વિદેશી દારૂ ઝડપી પડ્યો
Spread the love

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમએ આજે વહેલી સવારે હાલોલ ટાઉન પોલીસ ની હદમાં આવતા ચંદ્રપૂરા ગામેથી એક એલ.પી ગેસનું ટેન્કર તેમજ કન્ટેનર માં પ્રીમિયમ બ્રાન્ડનો ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ની 1134 પેટી 13607 નંગ બોટલ રૂ.72.27 લાખ નો દારુ અને 45 લાખના બે વાહન 10 હજારના મોબાઈલ અને 6500 રૂ.રોકડ સહિત 1.17 કરોડ રૂ.નો મુદ્દામાલ સાથે બે આરોપીઓનો ઝડપી પાડતા હાલોલ ટાઉન પોલીસ ની કામગીરી પર અનેક પ્રશ્નો ઉઠવા પામ્યા છે.છેલ્લા દસ દિવસ દરમ્યાન સતત ત્રીજી વખત સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા હાલોલ ટાઉન પોલીસને ઊંગતી ઝડપી છે.હાલોલ ટાઉન પોલીસ વિસ્તાર માં દિવસે દિવસે વધી રહેલી પ્રોહીબિશન ની પ્રવૃત્તિઓ ઉપર સ્થાનિક પોલીસ દ્વારા નક્કર કોઈ પગલાં ન લેવાતા અહીં બેરોકટોક બની ગયેલી આ પ્રવૃત્તિ ને ડામવા સ્ટેટ મોનીટરીંગ સેલે ગાંધીનગર થી હાલોલ શહેર સુધી લાંબા થવું પડે છે.છેલ્લા દસેક દિવસ માં જ હાલોલ શહેર માં વિજિલન્સ ની અલગ અલગ ત્રણ રેઇડ માં વિપુલ માત્રા માં વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડી સ્થાનિક પોલીસ ની નિષ્ક્રિયતા છતી કરી છે.આજે હાલોલ ટાઉન પોલીસની હદ માં આવેલ ચંદ્રપુરા પ્રાથમિક શાળા પાસે ના ખુલ્લા પ્લોટ માં પડેલા કેટલાક વાહનો પૈકી બે વાહનો માં વિદેશી દારૂ નો જથ્થો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલ ની ટીમ ને મળતા વહેલી સવારે બાતમી વાળી જગ્યા એ પહોચેલા વિજિલન્સ ના અધિકારીઓ બાતમી વાળા વાહનો પૈકી યુપી પર્સિંગના એચપી ગેસ ના ટેન્કર અને જીજે પર્સિંગ ના આઇસર કન્ટેનર સાથે બે ડ્રાઈવરો ને પકડી પાડયા હતા. અને બંને વાહનો માં વિદેશી દારૂ નો જથ્થો હોવાનું માલુમ પડતા બંને વાહનો ને હાલોલ રૂરલ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.સવારે બંને વાહનો માંથી પ્રીમિયમ કવાલીટી ના મોંઘા વિદેશી દારૂ ની અલગ અલગ બ્રાન્ડ ખાલી કરવાની કામગીરી મોડા સુધી ચાલી હતી.ટેન્કરમાં છુપાવેલો દારૂ કાઢવા માટે ટેન્કર ને ગેસ કટર થી કાપવું પડ્યું હતું. ગણતરી કરતા દારૂ ની 1134 પેટી 13607 નંગ બોટલ રૂ.72,27,560/- લાખ નો દારુ અને 45 લાખના એક ટેન્કર અને એક કન્ટેનર એમ બે વાહન, 10 હજારના મોબાઈલ અને 6500 રૂ.રોકડ સહિત 1,17,34,060/- રૂ.નો મુદ્દામાલ સાથે બે આરોપીઓનો ઝડપી પડ્યા હતા.
હાલ દારૂ નો જથ્થો કયાંથી આવ્યો ક્યાં પોહચાડવાનો છે તેની પૂછ પરછ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.હાલોલ શહેરમાં છેલ્લા બે વર્ષ થી વિદેશી દારૂ ની હેરફેર અને કટિંગ જેવી પ્રોહીબિશન ની અવૈદ્ય કામગીરી નું જિલ્લાનું સુરક્ષિત એપી સેન્ટર બની ગયું છે.ત્યારે અત્રે રાત્રીના અંધારામાં પ્રોટેક્શન સાથે બુટલેગરો વિદેશી દારૂ નું બિન્દાસ કટિંગ કરતા હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.ત્યારે હાલોલ શહેર અને આજુબાજુ ના વિસ્તારો ને દારૂ મુક્ત કરવાના વિજિલન્સ ના અભિયાન માં અધિકારીઓ ને આજે વધુ એક સફળતા મળી છે.વિજિલન્સ ની ટિમ દ્વારા પકડાયેલો પ્રીમિયમ બ્રાન્ડેડ દારૂ અને વાહનો મળી 1.17 કરોડ નો મુદ્દમાલ કબ્જે કરી કાર્યવાહી કરી છે.

રિપોર્ટ : ઈરફાન શેખ (પંચમહાલ )

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

IMG-20240114-WA0256.jpg

Irfan Shaikh

Irfan Shaikh

Right Click Disabled!