વંથલીના સાંતલપુરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત

વંથલીના સાંતલપુરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું સ્વાગત
ટીબી સ્ક્રિનિંગ સહિતની આરોગ્ય સેવાનો લાભ લેતા ગ્રામજનો
નલ સે જલ યોજનાના સફળ અમલીકરણ માટે ગ્રામ પંચાયતને અભિનંદન પત્ર એનાયત કરાયું
જૂનાગઢ : વંથલી તાલુકાના સાંતલપુર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ગ્રામજનોએ ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે તેના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સાંતલપુર ગ્રામ પંચાયતને નલ સે જલ યોજનાના સફળ અમલીકરણ માટે અભિનંદન પત્ર પણ એનાયત કરવામાં આવ્યો હતો.મેરી કહાની મેરી જુબાની અંતર્ગત સરકારી યોજનાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા. આ સાથે પ્રાકૃતિક ખેતી કરતા એક ખેડૂતભાઈએ પ્રાકૃતિક ખેતીના અનુભવો અને ફાયદાઓ જણાવ્યા હતા.
આ પ્રસંગે પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળના આયુષ્માન ભારત કાર્ડ, સોઈલ હેલ્થ કાર્ડ, અન્ન યોજના હેઠળની કીટ સહિતના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.નેનો યુરિયાના છંટકાવમાં ખૂબ ઉપયોગી એવા ડ્રોનનું પણ નિદર્શન કરવામાં આવ્યું હતું. આ સાથે ગ્રામજનો ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થયા હતા.
પશુપાલકોના પશુઓની આરોગ્ય તપાસણી માટે પશુ આરોગ્ય કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તાલુકા હેલ્થ ઓફિસર ડો. પરમાર, સરપંચ શ્રી વિપુલભાઈ કાપડિયા, રેખાબેન ચાવડા સહિત જુદા જુદા વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300