કેશોદના ડેરવાણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને આવકાર

કેશોદના ડેરવાણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાને આવકાર
નેનો યુરીયાના છંટકાવ માટે ઉપયોગી ડ્રોનનું નિદર્શન કરાયું
જૂનાગઢ : કેશોદ તાલુકાના ડેરવાડ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથને ગ્રામજનોએ આવકાર્યો હતો. આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં નેનો યુરિયાના છંટકાવવા માટે ઉપયોગી ડ્રોનનું નિદર્શન કરવામાં આવ્યું હતું. સાથે જ કેન્દ્ર રાજ્ય સરકારી વિવિધ યોજનાઓના લાભોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
ડેરવાણ ગામને ODF + જાહેર થતાં તેનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું. તેમજ નલ સે જલ યોજનાના સફળ અમલીકરણ માટે ગ્રામ પંચાયતને અભિનંદન પત્ર પણ એનાયત કરવામાં આવ્યો હતો.
ગ્રામજનોએ આરોગ્ય કેમ્પના માધ્યમથી હેલ્થ ચેકઅપની આરોગ્ય સેવાઓનો લાભ લીધો હતો.મેરી કહાની મેરી જુબાની અંતર્ગત સરકારી યોજનાનું લાભાર્થીઓએ પણ પોતાના પ્રતિભાવ આપ્યા હતા.
આ પ્રસંગે અગ્રણી સર્વશ્રી ગોવિંદભાઈ બારીયા, અશોક રાઠોડ, હરેશભાઈ રાઠોડ, ગ્રામ પંચાયતના વહીવટદાર શ્રી કરમટા સહિત ગ્રામ આગેવાનો અને જુદા જુદા વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300