ગાય આધારિત ખેતીથી ખેતી ખર્ચ ઘટે અને જમીનની ફળદ્રુપતા વધે

ગાય આધારિત ખેતીથી ખેતી ખર્ચ ઘટે અને જમીનની ફળદ્રુપતા વધે
કેશોદના ડેરવાણ ગામના શ્રી ખેડૂત શ્રી દેવાભાઈ બકોત્રાનો પ્રાકૃતિક ખેતીનો અનુભવ
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાના અનુભવો અને પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓ અન્ય ખેડૂતોને જણાવી પ્રાકૃતિક ખેતી માટે પ્રેરિત કરી રહ્યા છે.
કેશોદના ડેરવાણ ગામના પ્રાકૃતિક ખેતી કરતા દેવાભાઈ બકોત્રા કહે છે કે, પ્રાકૃતિક ખેતી એટલે કે, ગાય આધારિત ખેતીથી ખેતી ખર્ચ ઘટે છે. સાથે જ જમીનની ફળદ્રુપતા વધે છે. પ્રાકૃતિક ખેતી પૂર્વે રાસાયણિક ખેતી કરતો હતો. પરંતુ રાસાયણિક ખેતીથી ઉત્પાદન ઘટી ગયું હતું. આજે પ્રાકૃતિક ખેતી કરતા ઉત્પાદન પણ ખૂબ સારું મળી રહ્યું છે. હાલમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી જીરાનો ખૂબ સારો પાક ઉભો છે. આ પ્રતિભાવ તેમણે ડેરવાણ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના અન્વયે આયોજિત કાર્યક્રમમાં આવ્યો હતો.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300