નયી ચેતના ૨.૦ અંતર્ગત “મહિલાઓ અને માનવ અધિકાર” વિષય પર જાગૃતિ શિબિરનું યોજાઈ

નયી ચેતના ૨.૦ અંતર્ગત “મહિલાઓ અને માનવ અધિકાર” વિષય પર જાગૃતિ શિબિરનું યોજાઈ
Spread the love

૧૦ ડીસેમ્બર માનવ અધિકાર દિવસ અન્વયે

નયી ચેતના ૨.૦ અંતર્ગત “મહિલાઓ અને માનવ અધિકાર” વિષય પર જાગૃતિ શિબિરનું યોજાઈ

જૂનાગઢ : ૧૦ ડીસેમ્બરે સમગ્ર વિશ્વમાં “માનવ અધિકાર દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. સમગ્ર દુનિયાએ બે  વિશ્વ યુદ્ધ જોયા છે. જેમાં લાખો નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા અને છડે ચોક માનવ અધિકારોનું ઉલ્લંઘન થયું હતું. આ બધી બાબતોને ધ્યાને લઇને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા માનવ અધિકારોનું આંતરરાષ્ટ્રીય ઘોષણાપત્ર જાહેર કરવામાં આવ્યું હતુ.  જે વિશ્વના દેશોએ સ્વીકાર્યુ જેની યાદમાં દર વર્ષે ૧૦મી ડિસેમ્બરનાં રોજ માનવ અધિકાર દિવસ તરીકે ઉજવાય છે. જેનાં ભાગરૂપે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા  International Day for the Elimination of Violence Against Woman નયી ચેતના ૨.૦ અંતર્ગત “મહિલાઓ અને માનવ અધિકાર” વિષય પર એક જાગૃતિ શિબિરનું આયોજન  લો-કોલેજ જૂનાગઢ ખાતે  કરવામાં આવ્યું હતું.

જેમાં  વિદ્યાર્થીઓને જાતિગત સમાનતા, સાયબર ક્રાઇમ, મહિલાઓ સબંધી કાયદાઓ અંગે તજજ્ઞો દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એન.આર.વેકરીયા માસ્ટર ઓફ લો કોલેજ ના હેડ શ્રી. ડો.નિરંજનાબેન મહેતા દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એન.એ.જોષી દ્વારા સાયબર ક્રાઇમનાં વિવિધ પ્રકારો, સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવતા અને ડિજિટલ ટેકનોલોજી દ્વારા આચરવામાં આવતા ગુનાઓ અને તેનાથી બચવા માટે સાવચેતીના પગલાંઓ વિશે તેમજ જો કોઈ સાયબર ક્રાઇમનો ભોગ બને તો શું કરવું ? તે અંગે જાણકારી આપી હતી.

દહેજ પ્રતિબંધક સહ-રક્ષણ અધિકારી(ગ્રામ્ય) શ્રી બી.ડી. ભાડ દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ચાલતી વિવિધ યોજનાઓ જેવીકે સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન, પોલીસ સ્ટેશન બેઝડ સપોર્ટ સેન્ટર, બેટી બચાવો બેટી પઢાવો, વ્હાલી દીકરી યોજના વગેરે વિષે માહિતી આપી હતી.

દહેજ પ્રતિબંધક સહ-રક્ષણ અધિકારી(શહેરી) શ્રી એમ.જી.વારસુર દ્વારા ઘરેલું હિંસા અધિનિયમ ૨૦૦૫ ની જરૂરિયાતથી લઈને તેની અમલવારી અંગે વિસ્તૃત માહિતી આપી હતી. લો-કોલેજના આચાર્ય શ્રી. ડો.પરવેઝ બ્લોચ દ્વારા માનવ અધિકાર અને મહિલાઓના અધિકારો વિષે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રી. ડૉ.ચંદ્રેશ ભાંભી દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતિય સતામણી અધિનિયમની વિવિધ જોગવાઈઓ, જાતિય ગુનાઓ સામે રક્ષણ આપતો અધિનિયમ (પોક્સો એક્ટ), મહિલાઓના બંધારણીય અધિકારો, જાતિય સતામણી તેમજ ભારતીય ફોજદારી કાયદાની મહિલા સુરક્ષાને લગતી વિવિધ કલમો અંગે ઉદાહરણો સાથે માહિતગાર કર્યા હતા. એન.આર.વેકરીયા લો-કોલેજના અધ્યાપકશ્રી ડો.સંજયકુમાર ધાનાણી  દ્વારા કાર્યક્રમના અંતે તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં લો કોલેજના ટ્રસ્ટીશ્રી તેજભાઈ વેકરીયા, લો કોલેજના અધ્યાપકશ્રી ડૉ.કલ્પનાબેન રાઠોડ, મુલાકાતી અધ્યાપકશ્રી રવિ પરમાર, મહીલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ તથા લો-કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!