ગિરનાર પરિક્રમા રૂટ ની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી

જૂનાગઢ જિલ્લાગ્રામવિકાસએજન્સી ના ૮૬ કર્મયોગીઓ દ્વારા ગિરનાર પરિક્રમા રૂટ ની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી
જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના કર્મયોગીઓ, સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજન ના જિલ્લા તેમજ તાલુકા કક્ષાના દ્વારાકર્મયોગીઓ હાલમાં પૂર્ણ થયેલ ગિરનાર પરિક્રમા રૂટની સફાઈ ઝુંબેશ હાથ ધરી હતી.
આ સ્વછતા અને પ્રકૃતિલક્ષી કાર્યમાં કુલ ૮૬ અધિકારીઓ કર્મચારીઓ સ્વેચ્છિક જોડાઈને સ્વચ્છતાલક્ષી શ્રમદાન આપી ગિરનાર દક્ષિણ રેન્જમાં બોરદેવી ફોરેસ્ટ નાકા નજીક ગિરનાર પરિક્રમા ના ૨ કિલોમીટરના રૂટ અને રસ્તાની બંને બાજુ ૪૦૦ મીટર ની ત્રિજ્યા માં સફાઈ હાથ ધરી પ્લાસ્ટિકનો ૧ ટન જેટલો કચરો એકત્ર કરવામાં આવ્યો હતો.
આ સ્વચ્છતા કાર્યને સુચારૂ રૂપે સાર્થક કરવા કલેકટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રીની સૂચના અનુસાર અને નિયામકશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ ગ્રામ વિકાસ વિભાગના જિલ્લા અને તાલુકા કક્ષાના કર્મયોગીઓ દ્વારા ગિરનાર લીલી પરિક્રમા ના રૂટની સ્વચ્છતા માટે સ્વૈચ્છિક શ્રમદાન થી સફાઈ કરવામાં આવી હતી.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300