રાજપીપળાની જીએમઆરઈએસ હોસ્પિટલમાં સી.પી.આર. તાલીમ કેમ્પ યોજાયો

રાજપીપળાની જીએમઆરઈએસ હોસ્પિટલમાં સી.પી.આર. તાલીમ કેમ્પ યોજાયો
રાજપીપળાની જીએમઆરઈએસ હોસ્પિટલ ખાતે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં સી.પી.આર. તાલીમ કેમ્પ યોજાયો
સી.પી.આર.ની તાલીમ મેળવી કામના સ્થળે તેમજ આકસ્મિક સમયે લોકોના જીવન બચાવવાનું સેવા કાર્ય કરવા અનુરોધ કરતા ધારાસભ્ય
નર્મદા જિલ્લાની પ્રાથમિક શાળાઓના અંદાજે ૧૮૦૦ શિક્ષકોએ કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPRની તાલીમ મેળવી
નાંદોદના ધારાસભ્ ડૉ.દર્શનાબેન દેશમુખની પ્રેરક ઉપસ્થિતિમાં રાજપીપળાની જીએમઆરઈએસ મેડિકલ કોલેજ એટેચ સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકો માટે કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR તાલીમનો પ્રારંભ થયો હતો. સમગ્ર દિવસ દરમિયાન પ્રથમ તબક્કામાં ૧૮૦૦ શિક્ષકોને સી.પી.આર.ની તાલીમ આપવામાં આવી હતી. જેમાં મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલના નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી.
આ પ્રસંગે ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે, વર્તમાન સમયમાં લોકોની બદલાતી જીવનશૈલી અને ખોરાકની આદતોને કારણે હૃદયને લગતી સમસ્યાઓનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન-CPR વિષે નાગરિકોમાં વધુમાં વધુ જાણકારી ઉપલબ્ધ થાય અને મુશ્કેલીના સમયમાં બીજા લોકોને મદદરૂપ થઈ શકે તેવા આશયથી આ રાજ્યવ્યાપી તાલીમ અભિયાન હાથ ધરાયું છે. ખાસ કરીને હાર્ટ અટેકથી નાની વયે મૃત્યુ થવાના કિસ્સા હાલમાં આપણે સાંભળી રહ્યા છીએ, ત્યારે લોકોની મહામુલી જીંદગી બચાવવા શિક્ષકો પણ મદદરૂપ બને તે માટે આ તાલીમ આપવામાં આવી રહી છે. આવનાર સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ કરી આગળ વધવા સૌને અનુરોધ કર્યો હતો. આ તાલીમ પ્રસંગે ધારીખેડા સુગર ફેકટરી તેમજ દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તાલીમ વેળાં જિલ્લાના અગ્રણી વિક્રમભાઈ તડવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જયેશ પટેલ, મેડિકલ કોલેજના ડીન ડો. અશ્વિનભાઈ દવે, ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. વર્ષાબેન વસાવા, જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ સુરેશભાઈ ભગત, શૈક્ષિક સંઘના હોદ્દેદારો, સિવિલ હોસ્પિટલની મેડિકલ ટીમ સહિત મોટી સંખ્યમાં પ્રાથમિક શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ – વિપુલ ડાંગી, રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300