રાલ્દા : વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે ચાલકને પોલીસે ઝડપી પાડ્યો

રાલ્દા : વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે ચાલકને પોલીસે ઝડપી પાડ્યો
રાલ્દા ગામ પાસેના હાઇવે પર ટ્રકમાં મોટી માત્રામાં વિદેશી દારૂની હેરાફેરી કરતો ચાલકને પોલીસે ઝડપ્યો
પોલીસે ટાટા ટ્રક તથા વિદેશી દારૂ સહિતની ચીજવસ્તુ મળી કુલ કિ.રૂ.૬૪,૦૭,૬૭૦ નો મુદ્દામાલ જપ્ત કરી ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો
નર્મદા જિલ્લા ના ડેડીયાપાડા તાલુકાનાં
રાલ્દા ગામના બસ સ્ટેન્ડ નજીકમાં હાઇ-વે રોડ ઉપર ટ્રકમાં વિદેશી દારૂ ભરી મોટી માત્રામાં દારૂની હેરાફેરી કરતી એક ટ્રકને એલ.સી.બી પોલીસે ઝડપી પાડી છે પોલીસે આ ટ્રકના ડ્રાયવર સામે ગુનો નોંધી કાયદેસરની વધું કાર્યવાહી હાથ ધરી છે
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર બાતમી મળેલ કે એક ટાટા ટ્રક જેનો રજી. MP-08-0491 નો ઇગ્લીશ દારૂ ભરી અક્કલકુવા (મહારાષ્ટ્ર) તરફથી સાગબારા દેડીયાપાડા થઇને અંકલેશ્વરથી સુરત બરોડા હાઇવે થઇ અમદાવાદ તરફ જવાની હોવાની ચોક્કસ બાતમી મળતા જે.બી.ખાંભલા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી.નાઓએ યુ.પી. પારેખ પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફે રાલ્દા ગામના બસ સ્ટેન્ડ નજીકના ડેડીયાપાડા-સાગબારા હાઇવે ઉપરથી એક ટ્રક પસાર થઈ ને જઈ રહી હતી તે વેળા મળેલ બાતમી ના આધારે આ ટ્રક ને આંતરી ટ્રકને રોકી તલાસી હાથ ધરવામાં આવી હતી પોલીસે ટ્રક ની સધન તપાસ હાથ ધરતાં ટ્રકમાંથી વિદેશ ઇગ્લીશ દારૂના બોક્ષ નંગ-૯૫૩ તથા છુટ્ટા પ્લાસ્ટિકના ક્વાટર નંગ- ૩૦૩ મળી કુલ ક્વાટર નંગ-૪૬,૦૪૭/- જે કિ.રૂ.૪૬,૦૪,૭૦૦/- નો મુદ્દામાલનો જથ્થો મોટી માત્રામાં ઝડપી પાડ્યો છે પોલીસે
ટાટા ટ્રક તથા અન્ય ચીજવસ્તુ મળી કુલ કિ.રૂ.૬૪,૦૭,૬૭૦/-ના મુદ્દામાલ સાથે ટાટા ટ્રકના ડ્રાઇવરને ઝડપી પાડી ટ્રક ચાલક અજય બંસીલાલ ડાવર રહે.ભડક્યા તા.જી. ધાર (મધ્યપ્રદેશ) નાઓ વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી વધું આગળ ની તપાસ કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટ – વિપુલ ડાંગી, રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300