અરવલ્લી જિલ્લા માં ગણિત,વિજ્ઞાન પ્રદર્શન માં પાંચ કુહાડા પ્રાથમિક શાળા પ્રથમ નંબરે

ધનસુરા તાલુકા ની પાચકુહાડા પ્રાથમિક શાળા ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2023/24 મા જીલ્લા મા પ્રથમ નંબરે આવી
અરવલ્લી જિલ્લામાં જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અરવલ્લી ( સાકરીયા) દવારા નવમું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2023/24 યોજવામાં આવ્યું
જેમાં જીલ્લા ના બાયઙ મોડાસા ધનસુરા તાલુકા ની 5 જેટલી શાળાઓ એ અલગ અલગ કૃતિઓની સાથે શાળાઓ ના બાળકો એ ભાગ લીધો હતો જેમાં ધનસુરા તાલુકા ના પાચકુહાડા ગામે થી ઉપ શિક્ષિકા બેન તરુણાબેન ધીમંતભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ વિભાગ 3 મા પરમાર સાધના બેન વિક્રમભાઈ તેમજ પરમાર અંકિતાબેન પ્રતાપભાઇ તરફથી કૃષિ ખેતી ને લગતી કૃતિ બેગલેશ રોપા વિથ હાઇડ્રોજેલ રજૂ કરવામાં આવેલ જેની પ્રથમ પસંદગી કરવામાં આવેલ છે પાચકુહાડા પ્રાથમિક શાળા જીલ્લા મા પ્રથમ સ્થાન મેળવતા નવા વરાયેલા શાળા ના આચાર્ય શ્રી જયોતિકા બેન દરજી શાળા સ્ટાફ પરિવાર તેમજ એસ એમ સી સભ્યો ને અગ્રણી યુસુફભાઈ કલાલ તેમજ પાચકુહાડા ગામનાં આગેવાનો વતિ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી શાળા ના બાળકો ઉતરોતર ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી પાચકુહાડા ગામ એકતા નું પ્રતિક છે ગામ ના વાલીઓ તેમજ શાળા સ્ટાફ સહકાર ની ભાવના થી કાર્ય કરે છે
પાચકુહાડા પ્રાથમિક શાળા ના તમામ શિક્ષકો ખૂબ જ ઉત્સાહી અને પરિણામલક્ષી મહેનત કરી રહ્યા છે તેમ ગામ લોકો એ જણાવેલ છે
રીપોર્ટ મનોજ રાવલ ધનસુરા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300