જીતનગર ગામે ધારાસભ્ય ની ઉપસ્થિત માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ

જીતનગર ગામે ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખની ઉપસ્થિત માં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ
છેવાડાના માનવીના જીવનસ્તરમાં ગુણાત્મક પરિવર્તન લાવવા સરકાર સંકલ્પબધ્ધ :- નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ
નાંદોદ તાલુકાના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં તાલુકાના જીતનગર ગામે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ને ગ્રામજનો દ્વારા વ્યાપક પ્રતિસાદ મળ્યો હતો. આ પ્રસંગે ધારાસભ્ય ડો. દેશમુખે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર છેવાડાના માનવીની ચિંતા કરીને તેમના જીવનસ્તરમાં ગુણાત્મક સુધારો લાવવા સંકલ્પબધ્ધ છે. સરકારે મહિલાલક્ષી, ખેડૂતલક્ષી, આરોગ્યલક્ષી, રોજગારલક્ષી તેમજ અનેકવિધ યોજનાઓ અમલી બનાવીને ગ્રામીણ વિકાસને મજબુત કરવાનુ કાર્ય કર્યું છે.
આ વેળાએ ધારાસભ્ય ડો. દેશમુખે ઉમેર્યુ કે, આજે બહેનો પોતાની વાતો સમાજ સમક્ષ મુકી રહી છે, પુરુષો સાથે ખભેખભા મેળાવીને આગળ વધી રહી છે. આ સમાજમાં આવી રહેલા સકારાત્મક બદલાવને ચિન્હિત કરી રહી છે. આ પ્રસંગે ગ્રામજનોએ મહામહિમ રાષ્ટ્રપતિ અને દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાનના પ્રેરક સંદેશા તેમજ વિવિધ યોજનાકીય માહિતીથી વાકેફ કરતી શોર્ટફિલ્મ નિહાળીને વિકસિત ભારતના નિર્માણમાં પોતાની સહભાગીદારી અદા કરવા સામુહિક શપથ લીધા હતા.
કાર્યક્રમ આગળના ચરણમાં પહોંચતા ‘ધરતી કરે પુકાર કે’ થીમ હેઠળ શારીરિક અને પ્રાકૃતિક સંપદાના જતન માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગે બાળકો દ્વારા રજૂ કરાયેલા નુક્કડ નાટકને ગ્રામજનોએ નિહાળ્યું હતુ. આ પ્રસંગે યોજનાકીય લાભાર્થીઓએ પોતાના જીવનમાં આવેલા બદલાવી કહાનીને ‘મેરી કહાની, મેરી જુબાની’ થીમ હેઠળ ગ્રામજનો સમક્ષ પ્રસ્તુત કરીને સરકારની તમામ યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા પ્રેરિત કર્યા હતા. આરોગ્ય, આંગણવાડી, પશુપાલન કેમ્પનો પણ ગ્રામજનોએ લાભ લીધો હતો.
આ પ્રસંગે ધારાસભ્યના હસ્તે સરપંચ વંદનાબેન વસાવાને અભિલેખા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. ઉપરાંત, વિવિધ યોજનાકીય લાભાર્થીઓને સહાય વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ વનિતાબેન વસાવા, સરપંચ વંદનાબેન વસાવા, સ્થાનિક અગ્રણીઓ, નાયબ પશુપાલન નિયામક જે.આર.દવે, માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) કાર્યપાલક ઇજનેર એ.એસ.પટેલ સહિત લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો સહભાગી થયા હતા.
રિપોર્ટ – વિપુલ ડાંગી, રાજપીપલા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300