સાગબારા ધનશેરા ચેક પોસ્ટ પાસે આઇસર ટ્રકને ઇગ્લીશ દારૂના જથ્થા સાથે ઝડપી પાડયો

સાગબારા ધનશેરા ચેક પોસ્ટ પાસેના હાઇવે પર આઇસર ટ્રકના ડ્રાઇવર ક્લીનર ને સાત લાખના ઇગ્લીશ દારૂના જથ્થા સાથે પકડી પાડયો
આઈસર ટ્રક તથા વિદેશી દારૂના જથ્થા સાથે અન્ય ચીજવસ્તુઓ મળી કુલ કિ.રૂ. ૧૪,૭૭,૪૪૦ નો મુદ્દામાલ પોલીસે જપ્ત કરી ટ્રક ડ્રાયવર ક્લીનર સામે ગુનો દાખલ કર્યો
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ધનશેરા ચેક પોસ્ટ પાસેના હાઇવે પરથી એક આઇસર ટ્રક વિદેશી દારૂ નો જથ્થો મોટી માત્રામાં ભરી હાઇવે પર પસાર થઈ ને સુરત તરફ જઈ રહ્યો હતો ત્યારે આ સમયે પોલીસે સતર્કતા વાપરી આઈસર ટ્રકને હાઇવે પરની ઉમિયા હોટલ ની સામે ના રોડ પર આંતરી આઈસર ટ્રક ને રોકી તલાશી લેતા પોલીસે તેમાં લઇ જવાતો વિદેશી દારૂનો જથ્થો મોટી માત્રામાં હેરા ફેરી થતો ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી પોલીસે વિદેશી દારૂના જથ્થા ના મુદ્દામાલ સાથે પકડાયેલા આઈસર ટ્રકના ડ્રાઇવર અને ક્લીનર સામે કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધી વધું આગળ ની તપાસ હાથ ધરી છે
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તથા જીલ્લામાંથી દારૂના દુષણને ડામવા તેમજ જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિને નેસ્તો નાબુદ કરવાની અસરકારક કામગીરી કરવા માટેની જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે ની કડક નિર્દેશો અને સુચનાનાં પગલે આગામી ૩૧ ડિસેમ્બર અનુસંધાને આતરરાજ્ય દારૂની હેરાફેરી ઉપર વોચ તથા નાકાબંધી રાખી વધુમાં પ્રોહીબીશનના કેસો કરવાની સુચનાને અનુસંધાને જે.બી.ખાંભલા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી.ના માર્ગદર્શનમાં એલ.સી.બી. સ્ટાફ વોચ તપાસમા હતા જે દરમિયાન મળેલ બાતમી મુજબ એક આઇસર ટ્રક નંબર- રજી. MH-14GD-1845 નો ઇગ્લીશ દારૂ ભરી શાહદા(મહારાષ્ટ્ર) તરફથી સાગબારા દેડીયાપાડા થઇ સુરત જઈ રહ્યો હતો તે સમય દરમિયાન એલ.સી. બી.પોલીસ સબ ઇન્સપેક્ટર યુ.પી. પારેખ સાગબારા ખાતેની ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર ઉપર નાકાબંધી કરી ધનશેરા ચેક-પોસ્ટ થી મહારાષ્ટ્ર બોર્ડર સુધી ખાનગી વોચ રાખતા બાતમીવાળા આઇસર ટ્રકને ગુજરાત મહારાષ્ટ્ર સ્ટેટ હાઇવે ઉપર ઉમિયા હોટેલની સામે રોડ ઉપર રોકી આઇસર ટ્રકની ઝડતી તપાસ કરતાં ઇગ્લીશ દારૂ ની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ તથા ટીન બીયર નંગ-૪૧૭૬/- કિમત રૂપિયા ૭,૧૧,૬૦૦/- નો મુદ્દામાલનો જથ્થો પકડી પાડવામાં પોલીસ ને મોટી સફળતા મળી હતી પોલીસે આઇસર ટ્રક તથા અન્ય ચીજવસ્તુ મળી કુલ્લે કિ.રૂ. ૧૪,૭૭,૪૪૦/-ના મુદ્દામાલ સાથે પકડાયેલા આઇસર ટ્રક ના ચાલક શાહનવાજ ગફુરમીયા નાકવા રહે.નુરાની મસ્જીદ પાછળ, ડો.ઝાકીર હુસેન નગર, ગોવાંદી, શિવાજી નગર, બોમ્બે (મહારાષ્ટ્ર) તથા આઇસર ટ્રક ક્લીનર નિકુંજ અશોક શાહ રહે.ટીબાના મોવાડા, રોડ વાળુ ફળીયુ તા.ગળતેશ્વર જી.ખેડાનાઓ વિરુદ્ધ સાગબારા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી વધું આગળની પોલીસ તપાસ હાથ ધરી છે
રિપોર્ટ – વિપુલ ડાંગી, રાજપીપલા
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300