ભેસાણ ખાતે ગંગેશ્ચર મહાદેવ મંદિરે અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશ વિતરણ કાર્યક્રમ

ભેસાણ ખાતે ગંગેશ્ચર મહાદેવ મંદિરે અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત કળશ વિતરણ કાર્યક્રમ
Spread the love

જુનાગઢ જિલ્લાના ભેંસાણ ગામે ચણાકા પ્લોટ વિસ્તારમાં આવેલ ગંગેશ્ચર મહાદેવ મંદિરે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી માટે અક્ષત કુંભ નું પૂજન કરી વિતરણ કરવામાં આવ્યું અયોધ્યામાં ભગવાન શ્રી રામ જન્મભૂમિ પર નવનિર્મિત શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને અનુસંધાને સમગ્ર ભેસાણ જય જય શ્રીરામ ના નારા સાથે ગુંજી ઉઠીયુ હતું ભેસાણ શહેરમા બપોરે 2 કલાકે પરબ ચોકડીથી ગંગેશ્ચર મહાદેવ મંદિર સુધી ભગવાન શ્રી રામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.

આ આ શોભાયાત્રા ભેસાણ શહેરના મુખ્ય રાજમાર્ગો શ્રી રામના નારા સાથે ભેસાણ શહેર ગુંજી ઉઠીયુ હતું આ યાત્રામાં 10 ટેક્ટર 35 ફોરવિલર તેમજ 100 જેટલી બાઈક સવારો તાલુકા માં થી નાત જાત ભૂલી ને બધી પાર્ટી ના તાલુકાના આગેવાનો અને તમામ પત્રકાર મિત્રો પણ હાજર રહ્યા હતા અને પૂરી ફરજ બજાવી હતી હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા આશોભાયાત્રા સાંજે 3.30 કલાકે ગંગેશ્વર મંદિર ખાતે પહોંચી હતી આ કાર્યક્રમમાં સાધુ સંતો એ હાજરી આપી હતી જેમાં મેંદરડા ખાખી મઢીથી શ્રી સુખરામ દાસ જી મહારાજ તેમજ તેમજ બરવાળા થી શ્રી જટા બાપુ હાજર રહ્યા હતા તેમજ ભેસાણ તથા ચુડા થી કાર સેવકો પણ ઉપસ્થિત રહ્યા હતા .

ચુડા થી પધારેલ કાર સેવક સુરેશભાઈ ધાધલ નાગજીભાઈ કોરાટ વજુભાઈ ભૂત કે જેઓએ 1990 અને 1992 માં કાર સેવા કરી હતી અને અયોધ્યા સુધી પહોંચ્યા હતા તે વાતોને પણ યાદ કરવામાં આવી હતી અને પધારેલ તમામ કારસેવકોનું પૂજ્ય સુખરામ બાપુ અને જટા બાપુ દ્વારા સાલ ઓઢાડે અને સન્માન કરવામાં આવ્યું હતું અને વધુ વાત કરતા શ્રી સુખરામ બાપુએ જણાવ્યું હતું કે કેટલા કાર સેવકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને કેટલી કાનૂની લડાઈઓ લડવામાં આવી છે ત્યારે કેટલા વર્ષો પછી આ અવસર આવ્યો છે તો હરેક હિંદુ સમાજના લોકોએ આવતી 22 જાન્યુઆરીએ શ્રી રામલલ્લા મંદિરમાં બિરાજમાન થાય ત્યારે આપણા દેશના અને વિદેશમાં રહેતા તમામ હિન્દુઓ સનાતનનીઓએ ઉત્સવ ઉજવવો જોઈએ બસ એક જ લક્ષ્ય હોવો જોઈએ.

આવતી 22 જાન્યુઆરીએ અમારું ગામ અયોધ્યા ધામ બને અને છેલ્લા ઘણા દિવસોથી આ ઉત્સવનઉત્સવની તૈયારી કરી રહેલ હરેક તાલુકા અને ગામના શ્રીરામ ભક્તોને પણ બિરદાવ્યા હતા તેમજ જિલ્લામાંથી અને તાલુકામાંથી પધારેલ વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના, અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માથી દિનેશભાઈ ભટ્ટ અને કાર્યકર્તા હાજર રહ્યા હતા આ યાત્રામાં 56 જેટલા ગામના લોકો ઉમટી પડ્યા હતા અને 5 ગામના મંડરને અક્ષત કળશ આપવામાં આવ્યું હતું અને હરેક ગામોમાં શ્રી રામજી મંદિરેથી સામૈયા કરીને કળશ ધરાવવામા આવ્યા હતા આ કાર્યક્રમમાં ચિંતન ભાઈ ઉંધાડ, અમિતભાઈ વેગડા વિજયભાઇ ભટ્ટી ભાવેશભાઇ વેકરીયા, જેનીશભાઈ ભાયાણી ધનસુખભાઈ મોવલીયા નીતિનભાઈ જોશી કિશોર ભાઈ છેલડીયા એ જહેમત ઉઠાવી હતી… .. શ્રી સુખરામ બાપુ ખાખી મઢી મેંદરડા.

રિપોર્ટ : પંકજ વેગડા (ભેસાણ)

IMG-20231225-WA0048-2.jpg IMG-20231225-WA0049-0.jpg IMG-20231225-WA0047-1.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!