અયોધ્યાથી અક્ષત કળશ સુરેન્દ્રનગર પહોંચ્યા

રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ : અયોધ્યાથી અક્ષત કળશ સુરેન્દ્રનગર પહોંચ્યા, બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર મા શ્રદ્ધાપૂર્વક પૂજન કરાયુ,
22 જાન્યુઆરીના દિવસે ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં બિરાજમાન થશે. તે પહેલા અયોધ્યાથી અક્ષત કળશ સુરેન્દ્રનગર પહોંચ્યા છે, ત્યારે શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતેદરેક સંતો હરિભક્તોએ અક્ષત કળશનું પૂજન કરવામાં આવ્યું હતું
રામ રાજ્ય અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ મહોત્સવને લઈને આમંત્રણ પત્રિકાઓની વહેંચણી પણ શરૂ થઈ છે.તો આ ઐતિહાસિક મહોત્સવ પહેલા વિવિધ સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.22 જાન્યુઆરીના દિવસે ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં રામલલ્લા બિરાજમાન થશે. તે પહેલા અયોધ્યાથી અક્ષત કળશ સુરેન્દ્રનગર પહોંચ્યા છે,
ત્યારે શહેરના બીએપીએસ સ્વામિનારાયણ મંદિર માં ભય રથ યાત્રા મંદિર ના કેમ્પસ મા અક્ષત કળશનું પૂજન મંદિર ના કોઠારી સંત ધર્મ ચિંતન સ્વામિ તથા સુરેન્દ્રનગર વિશ્વ હિન્દુ પરીષદ ના જયેશભાઇ શુકલા અને બીએપીએસ ના અનેક હરિભક્તોએ પૂજન કરવામાં આવ્યું હતું. આ રામ મંદિર કળશ યાત્રા 31 ડિસેમ્બસુધી ચાલશે. જે બાદ ઘરે ઘરે જઈને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ લોકોને પ્રતિષ્ઠા મહોત્સવ સમયે દિવા પ્રગટાવી દીવાળીની જેમ ઉજવણી કરવા અપીલ કરશે.
રિપોર્ટ દીપેન્દ્રસિંહ જાડેજા સુરેન્દ્રનગર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300