તારાપુર ખંભાતરોડ પર ટુંકા ગાળામાં તૈયાર કેનાલના ગળનારાનું લોકાર્પણ

તારાપુર ખંભાતરોડ પર આવેલ ગળનાળુ ખૂબ જ ટૂંકા સમય ગાળામાં તૈયાર થતાં તેનું લોકાર્પણ કરાયું સોજીત્રા વિધાનસભાના તારાપુર ખાતે તારાપુર ખંભાત રોડ પર આવેલા ૧,૧૧,૧૮૦ ફુટ ખંભાત શાખાના નાળાનું ખાતમુર્હુત સોજીત્રા ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલના વરદ્ હસ્તે તા : ૧૧/૧૧/૨૦૨૩ ના રોજ કરવામાં આવ્યું હતું.
જે ખૂબ જ ટૂંકા સમય ગાળામાં તૈયાર થતો તેનું લોકાર્પણ પણ તા:૦૩/૦૧/૨૦૨૪ના રોજ સોજીત્રા વિધાનસભાના ધારાસભ્યશ્રી વિપુલભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે તેમની સાથે સંગઠનના હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, ચુંટાયેલા સભ્યો તેમજ શાખાના અધિકારીશ્રીઓ અને ગામજનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : મંહમદ રફિક જે દિવાન (તારાપુર)