રાજકોટ : જાહેરમા ઝગડો કરતા ઇસમોનો સોશીયલ મીડીયામાં વાયરલ થયેલ વિડીયો આધારે ધરપકડ.

રાજકોટ શહેર જાહેરમા ઝગડો કરતા ઇસમોનો સોશીયલ મીડીયામાં વાયરલ થયેલ વિડીયો આધારે ધરપકડ.
રાજકોટ : રાજકોટ શહેર ગોડલ રોડ ઉપર બે ઇસમો જાહેરમા મારામારી કરી ઝગડો કરતા હોવાના શીર્ષક હેઠળ એક વિડીયો વાયરલ થયેલ હતો જે વિડીયોમા બે ઇસમો જાહેરમાં રોડ ઉપર એક બીજા સામ-સામે મારામારી કરતા અને ઝગડો કરતા હોવાનો વિડીયો હતો જે વિડીયો ગોડલ રોડ ઉપર હોવાનુ જોવામા આવતુ હતુ. બનાવ અંગે ગંભીરતા લઇ તાત્કાલીક આરોપીને શોધી પકડી લેવા સુચના માર્ગદર્શન આપેલ હોય. PI મયુરધ્વજસિંહ સરવૈયા નાઓએ સર્વેલન્સ સ્ટાફનાઓને વિડીયોમા ગોડલ રોડનો હોવાનું જણાવેલ હોય, જેથી બતાવેલ સ્થળ વેરીફાય કરવા જણાવતા આ સોશીયલ મીડીયામા વાયરલ થયેલ વિડીયો ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ ગોડલ રોડ ઉપર બોમ્બે હોટલ પાસેનુ હોવાનું જાણવા મળતા આ વિડીયોમા જાહેરમાં મારામારી કરતા જોવામા આવતા બન્ને ઇસમો વિરૂધ્ધમાં ભક્તિનગર પો.સ્ટે. IPC કલમ-૧૬૦ મુજબનો ગુન્હો દાખલ કરી વિડીયોમા જાહેરમાં મારામારી કરતા જોવામા આવતા બન્ને ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. (૧) ભગીરથસિંહ અનીરૂધ્ધસિંહ ઝાલા ઉ.૩૩ રહે.રેલનગર-૨ રાજકોટ (૨) જીતુભા જોરસીગભાઇ ગોહીલ ઉ.૫૦ રહે.જાગનાથ એપાર્ટમેન્ટ જીમખાના રોડ રાજકોટ.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300