જૂનાગઢ : ચાપરડાના બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે રાજ્યકક્ષાનુ 51મુ વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનુ ઉદ્ઘાટન કરતા શિક્ષણ મંત્રીશ્રી

જૂનાગઢ જિલ્લાના ચાપરડાના બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે રાજ્યકક્ષાનુ 51મુ વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનુ ઉદ્ઘાટન કરતા શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા
વર્ષ 2047 સુધીમાં દેશને વિકસિત દેશ બનાવવા વૈજ્ઞાનિકોનુ ખૂબ જ મહત્વનું પ્રદાન રહેશે
વૈજ્ઞાનિક શોધથી માનવ કલ્યાણની સાથે પર્યાવરણનું જતન પણ થવું જોઈએ: મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયા
રાજ્યકક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો-પ્રતિભાને બિરદાવતા મંત્રીશ્રી
ભારતીય આધ્યાત્મિકતામાં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રહેલો છે: મહંતશ્રી મુક્તાનંદજી બાપુ
જુનાગઢ : રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ જૂનાગઢના ચાપરડા ખાતે આવેલશ્રી બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે 51મુ રાજ્ય કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનનું તથા શૈક્ષણિક રમકડા મેળાનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ તકે શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ બાળ વૈજ્ઞાનિકોને સંબોધીને કહ્યું હતું કે, આજના બાળ વૈજ્ઞાનિકો આવતીકાલના વિશ્વના મહાન વૈજ્ઞાનિકો છે. વર્ષ 2047 સુધીમાં ભારત દેશને વિકસિત દેશ બનાવવા આપણે સંકલ્પબદ્ધ છીએ.આ સંકલ્પને સાર્થક કરવા વૈજ્ઞાનિકોનુ ખૂબ જ મહત્વનું પ્રદાન રહેશે. આર્યભટ્ટ, વરાહ મિહિરથી પૂર્વ રાષ્ટ્રપતિશ્રી ડો. એ.પી.જે અબ્દુલ કલામ સહિત મહાન વૈજ્ઞાનિકો
આ દેશની ભૂમિ પર જન્મી ગયા છે.
વૈજ્ઞાનિક શોધથી માનવ કલ્યાણની સાથે સાથે પર્યાવરણનું જતન પણ થવું જોઈએ. તથા જન સુખાકારી અને રાષ્ટ્રહિતમાં વૈજ્ઞાનિક શોધ થવી જોઈએ. આધુનિક ટેકનોલોજીના પ્રતાપે આપણું જીવન ધોરણ ખૂબ જ સરળ બન્યું છે.
આ પ્રસંગે શ્રી બ્રહ્માનંદ વિદ્યાધામના મહંતશ્રી મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું કે, ભારતીય આધ્યાત્મિકતામાં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રહેલો છે. પોઝિટિવથી પ્રયાસ કરનારને પ્રકૃતિનો એક નાનો કણ પણ મદદ કરે છે. ભારતને વિશ્વગુરુ બનાવવા માટે આધ્યાત્મિકતાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ખૂબ જ જરૂરી છે.
આ પ્રસંગે રાજ્યકક્ષાએ પસંદગી પામેલ 100 કૃતિઓની પુસ્તિકાનું વિમોચન તથા નેસના અમુક તળપદા શબ્દો કે જેનું ગુજરાતી અર્થ સાથેના બેનરનું અનાવરણ કરાયું હતું. કાર્યક્રમમાં ગીરના બાળકો દ્વારા સોરઠી દુહા છંદ રજૂ કરાયા હતા.
કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત ડી.એચ.પટેલે તથા કાર્યક્રમની આભાર વિધિ આર.સી.ઉપાધ્યાએ કરી હતી. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી હિરેનભાઈ ભટ્ટે કાર્યક્રમની રૂપરેખા તથા વિજ્ઞાન પ્રદર્શન વિશે સંક્ષિપ્ત જાણકારી આપી હતી. તા.૯ જાન્યુઆરી સુધી યોજાનાર વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શનમા ઝોન કક્ષાએથી વિજેતા વિવિધ જિલ્લામાંથી આવેલ 100 કૃતિઓ બાળ વૈજ્ઞાનિકો દ્વારા પ્રદર્શિત કરવામાં આવી છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય
શ્રી દેવાભાઈ માલમ, ભગવાનજીભાઈ કરગઠીયા, જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ, જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સાકર બેન દિવરાણીયા, નલીનભાઈ પંડિત, અજય ભાઈ
સહિત મહાનુભાવો અગ્રણીઓ વિવિધ જિલ્લાઓમાંથી આવેલા શિક્ષકો તથા બાળ વૈજ્ઞાનિકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંકલન શ્રી આર.એસ ઉપાધ્યાય તેમજ હિરેન ભટ્ટ સહિત ટીમોએ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ મેસીયાએ કર્યું હતું.
રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300