રાધનપુરના કલ્યાણપુરા ગામ ખાતે અયોધ્યાથી આવેલ અક્ષતનું વિતરણ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કલ્યાણપુરા ગામ ખાતે અક્ષત કળશ યાત્રા આવી પહોચતા ઉષ્માભેર વધાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.રાધનપુરના કલ્યાણપુરા ગામ ખાતે ઢોલ નગારા સાથે ભગવાન રામજીની શાહી સવારીનું ગ્રામજનોએ સ્વાગત કર્યું હતું.અને કલ્યાણપુરા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ દ્વારા અયોધ્યાથી આવેલ કળશ ને વધાવી ગ્રામજનો એ સ્વાગત સન્માન સાથે આરતી નો લહાવો લીધો હતો.હિન્દૂ સમાજમાં ભગવાન રામ ની પ્રાણ પ્રતિષ્ઠા ની ઉજવણી થઈ રહી છે તયારે કલ્યાણપુરા ગામ ખાતે શિવજી મંદિર થી રામજી મંદિર પરિસર સુધી ભગવાનની અક્ષત કળશ યાત્રાનું પ્રસ્થાન કરાયું હતું.
જે કળશ યાત્રા દરમિયાન સમગ્ર ગ્રામજનો મંદિરના પૂજારી સાધુ કાશીરામદાસ બાપૂ અને ગામની મહિલાઓ સહિત હિન્દુ સંગઠન નાં યુવાનો રામાનુજ અનિલકુમાર,ઠાકોર સવજીભાઈ, રમેશભાઈ,અશોકભાઈ સહિત અન્ય યુવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.કલ્યાણપુરા ગામે ભગવાન શ્રી રામ ની આરતી ઉતારી યાત્રા સંપન્ન કરવામાં આવી હતી.અને આગામી દિવસોમાં રામ ભક્તો દ્વારા કલ્યાણપુરા ગામમાં અને ગામનાં તમામ મહોલ્લામાં અયોધ્યાથી આવેલ અક્ષત ચોખાનું વિતરણ કરી નગરજનોને આમંત્રણ આપવામાં આવશે.
રિપોર્ટ : અનિલ રામાનુજ (રાધનપુર)