રાધનપુર : સરકારી પુસ્તકાલયનું પોતાનું નવીન મકાન બનાવવામાં આવશે

રાધનપુર : સરકારી પુસ્તકાલયનું પોતાનું નવીન મકાન બનાવવામાં આવશે
Spread the love

રાધનપુર તાલુકા સરકારી પુસ્તકાલય માટે જિલ્લા કલેક્ટર દ્વારા મહેસાણા હાઇવે ઉપર 3500 ચોરસ મીટર જમીન ફાળવી આપવામાં આવી છે.જેથી હવે તાલુકા સરકારી પુસ્તકાલયનું રાધનપુર ખાતે પોતાનું નવીન મકાન બનાવવામાં આવનાર છે.

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે તાલુકા સરકારી પુસ્તકાલય હાલમાં માર્ગ અને મકાન (સ્ટેટ) વિભાગ દ્વારા મહેસાણા હાઇવે ઉપર બનાવેલ કોમ્યુનિટી હોલમાં ચાલતું હોઈ જિલ્લા સરકારી પુસ્તકાલય કચેરી દ્વારા તા.20 ઓક્ટોબરે જિલ્લા કલેક્ટરને રાધનપુર તાલુકા સરકારી પુસ્તકાલય માટે જમીન ફાળવી આપવાની માંગ કરતા રાધનપુરના પ્રાંત અધિકારી દ્વારા મહેસાણા હાઇવે ઉપર હાલમાં ચાલી રહેલા તાલુકા સરકારી પુસ્તકાલયની બાજુમાં 50831 ચોરસ મીટર સરકારી પડતર જમીન પડેલી છે.જેમાંથી 3500 ચોરસમીટર જમીન તાલુકા સરકારી પુસ્તકાલય માટે ફાળવી આપવામાં આવી છે.

જીલ્લા કલેક્ટર દ્વારા આ જમીન કેટલીક શરતોને આધીન ફાળવી આપવામાં આવી છે. જેમાં ફાળવેલી જમીન શ્રી સરકાર રહેશે અને જમીન જે હેતુ માટે આપવામાં આવી છે એ હેતુ માટે જ તેનો ઉપયોગ કરવાનો રહેશે,આ જમીન કોઈપણ પ્રકારે તબદીલ કે હેતુફેર કરી શકાશે નહિ સાથે આ જમીનનો બે વર્ષમાં ઉપયોગ કરવાનો રહેશે અને જમીન ની માપણી કરાવીને બંધકામના નકશા મંજૂર કરાવીને બાંધકામ કરવાનું રહેશે.આમ, રાધનપુર ખાતે હવે રાધનપુર તાલુકા સરકારી પુસ્તકાલય માટે જિલ્લા કલેક્ટર દ્વારા મહેસાણા હાઇવે ઉપર જમીન ફાળવી આપવામાં આવી છે.

રિપોર્ટ : અનિલ રામાનુજ (રાધનપુર)

IMG_20230801_103559.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!