સિદ્ધપુર તાલુકાના સમોડા, બિલીયા, લાલપુર ખાતે વાજબી ભાવની દુકાન ખોલવા માટે અરજી કરવી

સિદ્ધપુર તાલુકાના સમોડા, બિલીયા, લાલપુર ખાતે વાજબી ભાવની દુકાન ખોલવા માટે અરજી કરવી
Spread the love

સરકારના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રા.બા.વિભાગ ગાંધીનગર ઠરાવની જોગવાઈ પ્રમાણે પાટણ જિલ્લામાં સિદ્ધપુર તાલુકામાં તેના નામ સામે જણાવેલ ગામોએ વધુ અંતરના કારણે, જાણ સંખ્યાના ધોરણે, રાજીનામાના કારણે , પરવાનો રદ થવાના કારણે બંધ થયેલ દુકાન માટે સિદ્ધપુર તાલુકાના સમોડા, બિલિયા અને લાલપુર ગામોમાં નવી દુકાન શરૂ કરવા નિયત નમૂનામાં અરજી મંગાવવમાં આવે છે.

જેમાં અરજદારો જાહેર સંસ્થા કે જાહેર મંડળ જેવું કે પંચાયત, મહિલાઓનું સ્વસહાય જૂથ, સ્વસહાય જુથ (અન્ય), સહકારી મંડળી જેમાં અગ્રતા ધરાવતી સંસ્થા/ વ્યક્તિઓએ દુકાનનું સંચાલન મહિલાઓ અથવા મહિલાઓને સોંપવાનું રહેશે. જો ઉપર મુજબની સંસ્થા/જૂથ/મંડળી ઉપલબ્ધ ન થાય તો શિક્ષિત મહિલા બેરોજગાર, શિક્ષિત પુરુષ બેરોજગાર ને ધ્યાનમાં લેવામાં આવશે. અગ્રતાક્રમ મુજબ નિયત નમૂનામાં કોરા અરજીપત્રકો મામલતદાર કચેરી ખાતે વિનામૂલ્યે મળી રહેશે.

અરજીપત્રકો કામકાજના કલાકો દરમિયાન તા.૧૬/૦૧/૨૦૨૪ સુધીમાં સંબધિત મામતદાર કચેરીમાંથી મેળવી લઈને સંપૂર્ણ વિગતો અને જરૂરી પુરાવા સાથે ભરેલા અરજીપત્રકો તા.૧૬/૦૧/૨૦૨૪ સુધીમાં પહોચાડવાના રહેશે. આ અરજીપત્રકો ઉપર ₹૨૦ ની કિંમતનો જયુડિશ્યલ એડહેસીવ સ્ટેમ્પ લગાડવાનો રહેશે. મુદ્દત બહાર તેમજ અધૂરી વિગતે રજૂ થયેલ અરજીપત્રકો રદબાતલ ગણવામાં આવશે. આના માટે અનામત ટકાવારીના નિયમો વિભાગના ઠરાવ ૨૬/૦૮/૨૦૧૫ ના ઠરાવ તથા વખતોવખતની સૂચના યથાવત રહેશે જે અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રકની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

રિપોર્ટ : અનિલ રામાનુજ (રાધનપુર)

IMG_20230801_172402.jpg

Anil Ramanuj

Anil Ramanuj

Right Click Disabled!