સેવા સેતુ કાર્યક્રમ લાઠી તાલુકો

સેવા સેતુ કાર્યક્રમ લાઠી તાલુકો
Spread the love

સેવા સેતુ કાર્યક્રમ લાઠી તાલુકો

કાચરડી ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં અરજદારોની
૭૯૨ અરજીઓનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ

રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી
અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ

અમરેલી : સેવા સેતુ કાર્યક્રમ એ પ્રજાજનોના પ્રશ્નોને સ્થળ પર ઉકેલ લાવવાનું અસરકારક માધ્યમ છે. અરજદારોની અરજીઓનો સ્થળ પર હકારાત્મક નિકાલ થાય તે ઉદ્દેશ્ય સાથે જિલ્લાના લાઠી તાલુકાના કાચરડી ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો.
સેવા સેતુ કાર્યક્રમમાં, આવકનો દાખલો, ડીવમીંગ, મિલકતની આકારણીનો ઉતારો, વરિષ્ઠ નાગરિક પ્રમાણપત્ર, મેડીસીન સારવાર, જન્મ-મરણ પ્રમાણપત્ર, હેલ્થવેલનેસ કાર્ડ, આઘારકાર્ડ, પશુઓની ગાયનેકોલોજીકલ સારવાર, રાશનકાર્ડમાં નામમાં સુધારો, પી.એમ. જે. મા. અરજી, લગ્નની નોંધઘણીનું પ્રમાણપત્ર, રાશનકાર્ડમાં નામ દાખલ કરવું, કસ્તુરબા પોષણ સહાય યોજના અને રાશન કાર્ડમા નામ કમી કરવા સહિતની બાબતો અન્વયે અરજીઓનો ૧૦૦ ટકા નિકાલ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં રાજ્ય સરકારની વિવિધ ૧૫ સેવાઓ માટે મળેલી ૭૯૨ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમના માધ્યમથી અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર નિરાકરણ આવી રહ્યું છે. લાઠી તાલુકાના કાચરડી ખાતે આયોજિત સેવા સેતુ કાર્યક્રમમાં ૭૯૨ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. સરકારના સેવા સેતુ કાર્યક્રમ થકી સરકારી સેવાઓનો લાભ અરજદારોને ત્વરાએ મળી રહ્યો છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240107-WA0009.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!