અંબાજી – થરાદ ની સ્કૂલ ટુર ના બાળકો પર હુમલો કરતા અસામાજિક તત્વો …..

અંબાજી – થરાદ ની સ્કૂલ ટુર ના બાળકો પર હુમલો કરતા અસામાજિક તત્વો …..
અંબિકા ભોજનાલય ખાતે જમી બહાર નીકળતા ટુર ના બાળકો પર ૧૦ થી ૧૨ લોકો દ્વારા ધોકા લાકડી વડે હુમલો કરાયો…..
હુમલા દરમિયાન ૨ બાળકો ગૂમ થતા ,૧ બાળક પરત મળ્યું ૧ હજુ ગૂમ થતા શિક્ષકો ચિંતિત બન્યા….
હુમલો કરવા પાછળ નો હેતુ અકબંધ……
ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે થરાદ થી બાળકો નો પ્રવાસ લઈ આવેલા શ્રી પ્રગતિ શિક્ષણ મંડળ ના બાળકો પર અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા હુમલો કરાતા ભારે અફરા તફરી નો માહોલ સર્જાયો હતો.
અંબાજી ખાતે પ્રવાસે આવેલ થરાદ ની શાળા ના બાળકો રાત્રિ ભોજન શ્રી અંબિકા ભોજનાલય ખાતે લઈ બહાર નીકળતી વખતે ૧૦ -૧૨ જેટલા અસામાજિક તત્વો દ્વારા બાળકો પર ધોકા ને લાકડી વડે હુમલો કરતા બાળકો માં ભારે અફરા તફરી મચી હતી.હુમલો થયો જોઈ ભોજનાલય સ્ટાફ ના લોકો વચ્ચે પડતા બાળકો નો બચાવ થયો હતો .પરંતુ આ ઘટના દરમિયાન બચવા માટે બાળકો માં માસ ભાગ મચતા ૨ બાળકો ગૂમ થયા હતા. જેમાં થી ૧ બાળક પરત આવી ગયું પરંતુ અન્ય એક બાળક ન મળતા અનેક શંકા કુશંકા ઓ વચ્ચે પ્રવાસ લઈ ને આવેલ શિક્ષકો માં ડર નો માહોલ ઉભો થયો છે.બાળક ગુમ થવા ની સાથે સાથે બાળક ના અપહરણ ની શંકા કુશંકા જન્મતા શાળા ના સંચાલક દ્વારા પોલીસ ફરિયાદ કરાઈ છે.
આ તમામ ઘટના મા લુખ્ખા તત્વો દ્વારા પ્રવાસ માં આવેલ ૨ બાળકો પર વધારે માર મરાયા ની વાત પ્રવાસ ના સંચાલક દ્વારા જણાવાઈ હતી.
રિપોર્ટ..અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300