પીપાવાવ મરીન પોલીસે છેતરપીંડીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પોરબંદરથી ઝડપી પાડ્યો

પીપાવાવ મરીન પોલીસે છેતરપીંડીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પોરબંદરથી ઝડપી પાડ્યો
Spread the love

પીપાવાવ મરીન પોલીસે છેતરપીંડીના ગુન્હામાં.સાડા ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને પોરબંદરથી ઝડપીયો.

અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓએ પો.સ્ટે. વિસ્તારમાં ગુન્હાઓ આચરી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓને તાત્કાલીક પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય તેમજ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષક એચ.બી. વોરાએ જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે આધારે પીપાવાવ મરીન પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. એ.આર.છોવાળાનાઓની રાહબરી હેઠળ મરીન પીપાવાવ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા પીપાવાવ મરીન પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૩૦૪૫૨૦૦૯૭૧/૨૦૨૦ IPC કલમ -૪૦૬,૪૨૦, ૧૧૪ મુજબ ના કામે છેલ્લા સાડા ત્રણે વર્ષથી નાસતા ફરતા આરોપી કાનાભાઇ સરમણભાઇ દાસા રહે. સીંગરીયા તા.જી- પોરબંદર વાળાને હ્યુમન સોર્ચ અને ચોક્કસ બાતમી આધારે પોરબંદર જીલ્લાના સીંગરીયા ગામેથી પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે. પીપાવાવ મરીન પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામા આવી હતી. ઉલ્લેખનિય એ છે કે, પકડાયેલ આરોપી તથા સહ આરોપીએ ફરીયાદીને વિશ્વાસમા લઇને ફરીયાદીના હવાલા વાળો ટ્રક વેચાતો રાખી લઇ જઇ રોકડા રૂ. ૩,૫૦,૦૦૦ ફરિયાદીને નહી આપી તેમજ ફાઇનાન્સના હપ્તાની રકમ રૂ.૭,૧૧,૨૦૦ નહી ભરી કુલ કિ.રૂ.૧૦,૬૧,૨૦૦ નો ફરિયાદી સાથે વિશ્વાસઘાત તથા છેતરપીંડી કરેલ હોય જે અંગે પીપાવાવ મરીન પો.સ્ટે.માં એ પાર્ટ ગુ.ર.નં-૧૧૧૯૩૦૪૫૨૦૦૯૭૧/૨૦૨૦ IPC કલમ-૪૦૬, ૪૨૦,૧૧૪ મુજબનો ગુન્હો રજી કરવામાં આવેલ.જેથી મજકુર આરોપી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા નાસતો ફરતો હોય અને આરોપી વિરૂધ્ધ નામદાર કોર્ટમાંથી CRPC -૭૦ મુજબનુ વોરંટ મેળવવામાં આવેલ તેમજ CRPC કલમ- ૮૨ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમ છતા મજકુર આરોપી પોતાની કાયદેસરી ધરપકડ ટાળવા સારૂ આજદીન સુધી નાસતો ફરતો રહેલ હતો. આ કામગીરીમા પીપાવાવ મરીન પો. સબ ઇન્સ એ.આર.છોવાળા તથા એ.એસ.આઇ હિંમતભાઇ રાઠોડ પો. કોન્સ અજયભાઇ વાઘેલા ચંપુભાઇ પોપટ પ્રવિણભાઇ બારૈયા દ્વારા કરવામા આવેલ છે.

રિપોર્ટ – મહેશ વરૂ – રાજુલા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20240107-WA0058.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!