સમૂહ માધ્યમ અને શિક્ષણ’ વિષયક માર્ગદર્શક વક્તવ્ય યોજાયું.

‘સમૂહ માધ્યમ અને શિક્ષણ’ વિષયક માર્ગદર્શક વક્તવ્ય યોજાયું.
શ્રી આર. પી. અનડા કોલેજ ઓફ એજ્યુકેશન, બોરસદમાં ‘સમૂહ માધ્યમ અને શિક્ષણ’ વિષયક વક્તવ્ય તારીખ 10/01/2024 બુધવારના રોજ શ્રી આર. પી. અનડા કોલેજ ઓફ એજ્યુકેશન, બોરસદમાં ‘સમૂહ માધ્યમ અને શિક્ષણ’ વિષય પર ડૉ. શૈલેષ કુમાર પી. વાણિયાનું માર્ગદર્શકરૂપ વક્તવ્ય યોજાયું હતું. તેઓએ પ્રશિક્ષણાર્થીઓને સાંપ્રત સમયમાં સમૂહ માધ્યમનું મહત્વ દર્શાવી, ઓછા સમયમાં વધુ લોકો સુધી શિક્ષણનો પ્રસાર કરવામાં માધ્યમોની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. માધ્યમોના પ્રકારો શિક્ષણમાં સમૂહ માધ્યમનો ઉપયોગ તથા આધુનિક યુગની પ્રગતિ અને પુરાણી સામાજિક સમસ્યાઓ અને કુરિવાજો દૂર કરવામાં મીડિયા કેવી રીતે મદદરૂપ છે તેની ઉદાહરણ સહ રસપ્રદ શૈલીમાં માહિતી આપી હતી. સંસ્થાના આચાર્યશ્રી ડૉ. જે. કે તલાટીએ ઉપસ્થિત મહેમાનશ્રીઓનો સવિશેષ પરિચય આપી, શ્રી શૈલેશભાઈનું પુસ્તક અને પુષ્પગુચ્છથી અભિવાદન કર્યું હતું તથા સંસ્થાના વરિષ્ઠ અધ્યાપકશ્રી ડૉ. એસ એલ જાદવે કાર્યક્રમમાં ઉપસ્થિત વઘવાલા શાળાના દિવ્યાંગ બાળકો માટેના સ્પેશિયલ શિક્ષક શ્રી નિલેશભાઈ રાઠોડનું પુષ્પ ગુચ્છથી અભિનંદન કર્યું હતું. પાવર પોઈન્ટ ની મદદથી પ્રશિક્ષણાર્થીઓએ મઝા આવી હતી. તેઓ દ્વારા જવાબ આપનાર ત્રણ પ્રશિક્ષણાર્થી ઓને ચોપડા ની ભેટ આપવા માં આવી હતી સમગ્ર કાર્યક્રમ દ્વારા તાલીમાર્થીઓમાં સમૂહ માધ્યમ અંગે જાગૃતતા કેળવી શકાય હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300