રાજકોટ : આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪નો શાનદાર પ્રારંભ.

રાજકોટ શહેર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪નો શાનદાર પ્રારંભ.
રાજકોટ : મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા તેમજ ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૪નો ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં શાનદાર પ્રારંભ થયો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં “રણછોડ રંગીલા” તેમજ “ખલાસી” વગેરે ગીતો સાથે ગરબાના તાલે વિદેશી પતંગ રસિકો ઝૂમ્યા હતા. દીપ પ્રાગટ્ય દ્વારા પતંગોત્સવનો પ્રારંભ કરાવતા સાંસદ મોહનભાઈ કુંડારિયાએ પતંગ શોખીનોને શુભેચ્છા પાઠવી હતી. મેયર નયનાબેન પેઢડિયાએ ઉદબોધન કરતા જણાવ્યું હતું કે, પતંગ આપણી લોકસંસ્કૃતિમાં વણાયેલો છે, અને તેનો ઉલ્લેખ લોકગીતોમાં પણ જોવા મળે છે. મ્યુનિ. કમિશનર આનંદ પટેલે અંગ્રેજીમાં ઉદબોધન કરી વિદેશી મહેમાનોને આવકાર્યા હતાં. વિશ્વના વિવિધ દેશોના પતંગબાજો સહિત દેશના અન્ય રાજ્યોના ૩૮ જેટલા પતંગ રસિકોએ પતંગોત્સવમાં ભાગ લીધો હતો, જેમાં જર્મની, ઈરાક, મલેશિયા, ઇઝરાયેલ જોર્ડન, યુ.કે., ઈટલી, નેપાળ, લેબનોન, કોરિયા વગેરે દેશોના તેમજ ભારતના બિહાર, પંજાબ અને મહારાષ્ટ્રના પતંગ રસિયાઓનો સમાવેશ થાય છે. તેમના ૧,૨ અને ૪ દોરીઓથી સંચાલિત અલગ-અલગ પ્રકારના ફ્રેમ કેસ, સ્ટન્ટ કાઇટ્સ, પાવર કાઈટ, ટ્રેન કાઈટ, મલ્ટી કાઇટ, અટેચમેન્ટ સાથેના પતંગો, ઉપરાંત, ડ્રેગન, ગોળાકાર, ગાંધીજીના પતંગે આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે સાંસદ રામભાઈ મોકરિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, દંડક મનીષભાઈ રાડિયા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળા, ડે.મેયર નરેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી લીલુબેન જાદવ, મહાનગરપાલિકાના અન્ય હોદ્દેદારો તેમજ કોર્પોરેટરઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300