ખેડબ્રહ્મા: શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે ગણવેશ વિતરણ.

ખેડબ્રહ્મા: શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે ગણવેશ વિતરણ.
ખેડબ્રહ્મા શહેરમાં આવેલી શ્રી જ્યોતિ વિદ્યાલય ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં દાતા દ્વારા ગણવેશ વિતરણ કરવામાં આવ્યું.
ગણવેશ ના દાતા શોભનાબેન પ્રજાપતિ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને ગણવેશ નું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે સાથે શોભના બેને જણાવ્યું હતું કે ધોરણ 10 પછી બહેનોને ઓછા ટકા આવે તો હું વિનામૂલ્યે બહેનો ને સિવણ ક્લાસ શીખવાડીશ તેવી જાહેરાત કરી હતી.
જગત જનની માં અંબાના ધામમાં પણ માનવતા હજુ મરી પરવાળી નથી એનું ઉત્તમ ઉદાહરણ શોભાબેન પ્રજાપતિએ પૂરું પાડ્યું હતું
તેઓશ્રીની ઉદાર ભાવના અને દાન આપવા માટે ની ભાવનાની કદર કરીએ છીએ સાથે શ્રી જ્યોતિ વિદ્યાલય પરિવાર વતી તેમનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. ગણવેશ નું વિતરણ કર્યા બાદ તેઓ શ્રી એ આનંદ અને હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.
સાથે સાથે અવારનવાર હું આર્થિક રીતે જરૂરિયાત મંદબાળકોને મદદ રૂપ થતી રહીશ તેવી ઉમદા ભાવના વ્યક્ત કરી હતી. સલામ છે આવા દાતાઓને.
રિપોર્ટ:ધીરુભાઈ ખેડબ્રહ્મા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300