દિયોદર પ્રજાજનોને રેલ્વે ની સિવિધા આપવા માંગ કરાઇ

દિયોદર પ્રજાજનોને રેલ્વે ની સિવિધા આપવા માંગ કરાઇ
અનેકવાર લેખિતમાં રજૂઆત કરવા છતાં સુવિધાથી વંચિત
સ્થાનિક વહેપારીઓએ સાંસદ પરબતભાઇ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ ને રજૂઆત કરી…….!
બનાસકાંઠા જિલ્લાના પશ્ચિમ વિભાગના હબ તરીકે ઓળખાતું દિયોદર શહેર અને તેનો વિકાસ પણ પ્રગતિના પંથે છે ત્યારે આ પંથકના લોકો તેમજ આજુબાજુ ના ભાભર થરા શિહોરી થરાદ વાવ સહિત વિસ્તારના લોકોને રાજસ્થાન સાથે સાંકળી શકાય તે માટે રેલ્વે સુવિધા વધારવાની માંગણી પ્રજા જનો તેમજ સ્થાનિક વહેપારીઓ કરી રહ્યા છે એમાંય દાદર – ભુજ ટ્રેનના આવક જાવક માં દિયોદર રેલ્વે સ્ટેશન માં મેળા જેવો માહોલ હોય છે અને ખુબજ ટ્રાફિક રહેવા પામે છે તેમ છતાં અહીં થી દોડતી ગાંધીધામ – જોધપુર ટ્રેન દિયોદરને સ્ટોપેજ ના અપાતા દિયોદર પંથકના લોકો વિમાસણમાં પડ્યા છે જેથી ભીલડી જકસન હોવાથી ત્યાં સુધી લંબાવવું પડે છે જેથી તાત્કાલિક ધોરણે સ્ટોપેજ આપવામાં આવે આવે તેવી માંગ કરવામાં આવી રહી છે જેમાં અગાઉ પણ ઉચ કક્ષાએ રજૂઆત કરવા છતાં સુવિધાથી પ્રજાજનો વંચિત રહ્યા છે તો બીજી તરફ હરિદ્વાર ની યાત્રા પશ્ચિમ વિસ્તારના લોકો આરામથી કરી શકે તે માટે ભુજ હરિદ્વાર ટ્રેન શરૂ કરવા લોક માંગ ઉઠવા પામી છે તેમજ જોધપુર થી ભીલડી દોડતી ટ્રેન જે ભીલડી આવી એક કલાકનો વિરામ કરે છે તે ટ્રેન ને દિયોદર સુધી લંબાવવામાં આવે તો રાજસ્થાન તેમજ દિયોદર પંથકના લોકોને તેનો લાભ મળી શકે તેમ છે આ બાબતે દિયોદર ના લોકો તેમજ વહેપારીઓએ બનાસકાંઠા ના સાંસદ પરબતભાઇ પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ને લેખિતમાં રજૂઆત કરી છે અને દિયોદર ની પ્રજા ને રેલ્વે ની સુવિધા મળી રહે તેના માટે પ્રબળ માંગ ઉઠવા પામી છે……
રિપોર્ટ : પ્રદીપસિંહ વાધેલા દિયોદર બનાસકાંઠા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300