જાયન્ટ્સ ગ્રૂપ ઓફ બોટાદ દ્વારા દિવ્યાંગ બાળકો ની સંસ્થા સ્નેહ નું ઘર ખાતે પતંગોત્સવ ઉજવાયો

જાયન્ટ્સ ગ્રૂપ ઓફ બોટાદ દ્વારા દિવ્યાંગ બાળકો ની સંસ્થા સ્નેહ નું ઘર ખાતે પતંગોત્સવ ઉજવાયો
ઈશ્વરની સૌથી નજીક ના બાળકો જેને આપણે દિવ્યાંગ બાળકો કહીએ છીએ તેવા દેવદૂત સમાન બાળકો સાથે પતંગ ચગાવવાનો અવસર એટલે દિવ્યાંગ બાળકો નો પતંગોત્સવ. આજે સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા દિવ્યાંગ બાળકોની સંસ્થા આસ્થા સેન્ટર , સ્નેહ નું ઘર , પાળીયાદ રોડ બોટાદ ખાતે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે પતંગ , ફીરકી , પીપુડી તથા મમરા ના લાડુ નુ વિતરણ કરી બાળકો સાથે પતંગોત્સવ ની ઉજવણી કરવામાં આવેલ.
આ પ્રસંગે જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ના પ્રમુખ ચંદુભાઈ સાવલિયા, જાયન્ટ્સ ફેડરેશન ૩/બી નોમિનેટ પ્રમુખ કેતન ભાઈ રોજેસરા , જાયન્ટ્સ સંસ્થા ના ગ્રીન મેન સી.એલ.ભીકડીયા , લાલજીભાઇ કળથીયા , મુકેશભાઈ જોટાણીયા ,પ્રકાશ ભાઈ ભીમાણી , રાજુ ભાઈ ડેરૈયા , જીતેન્દ્ર ભાઈ બુધભટ્ટી , હિરેન રાજગોર વગેરે ઉપસ્થિત રહેલ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300