પ્રોહીબીશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને મહારાષ્ટ્રમાંથી પેરોલ-ફર્લો સ્કોર્ડ ઝડપી પાડ્યો

પ્રોહીબીશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને મહારાષ્ટ્રમાંથી પેરોલ-ફર્લો સ્કોર્ડ ઝડપી પાડ્યો
Spread the love

આમલેથા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા બે વર્ષથી ભાગી ફરતો આરોપીને
મહારાષ્ટ્રમાંથી પેરોલ-ફર્લો સ્કોર્ડ ઝડપી દબોચી લીધો

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનાં આમલેથા પોલીસ સ્ટેશનમાં આરોપી રતિલાલ વસાવે સામે પ્રોહીબીશનનો ગુનો નોંધાયો હતો પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં આ આરોપી છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હતો જેને પકડી પાડવા પેરોલ-ફર્લો સ્કોર્ડ તથા સાગબારા સર્વેલન્સ ટીમે બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવતાં આરોપીને મહારાષ્ટ્ર ખાતેથી દબોચી લઈ ઝડપી પાડવામાં આવ્યો છે

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લામાં પ્રશાંત સુંબે પોલીસ અધિક્ષક નર્મદાએ જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનનોમાં દાખલ થયેલ ગુનાના કામના નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા સુચના અને માર્ગદશન આપેલ તેમજ રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અલાયદી ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા અને જીલ્લાનું સુપરવિઝન એલ.સી.બી. દ્વારા કરવાની સુચના આપતા જે.બી.ખાંભલા પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બીએ રાજ્ય બહારના દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે પી.આર.ચૌધરી પો.સ.ઈ. પેરોલ-ફર્લો સ્કોર્ડ તથા સાગબારા સર્વેલન્સના માણસોની ટીમ બનાવી રાજ્ય બહાર મહારાષ્ટ્ર ખાતે મોકલેલ તે સમય દરમ્યાન અક્કલકુવા (મહારાષ્ટ્ર) ખાતે બાતમીદારથી મળેલ બાતમીના આધારે આમલેથા પો.સ્ટે. સી-પાર્ટ નં. ૦૧૯૯/૨૦૨૨ પ્રોહી એક્ટ કલમ ૬૫ એ,ઇ મુજબના ગુનામાં સંડોવાયેલ નાસતો ફરતો આરોપી રતિલાલ સીંગભાઇ વસાવે મુલગી બજારમાં હોવાનું માલુમ પડ્યું હતું આ મળેલ બાતમીના આધારે પી.આર.ચૌધરી પો.સ.ઇ. પેરોલ-ફર્લોની ટીમ સહિતનો સ્ટાફ મુલગી બજારમાંથી ભાગતો ફરતો આરોપી રતિલાલ સીંગભાઇ વસાવે રહે. જાગડી તા.અક્કલકુવા જી.નંદુરબાર (મહારાષ્ટ્ર)ને દબોચી લઈ ઝડપી લીધો હતો પોલીસે આ ઝડપાયેલા આરોપી ની આગળની વધુ તપાસ કાર્યવાહી અર્થે આમલેથા પોલીસ સ્ટેશનને આરોપી નો કબ્જો સોંપવાની કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટ – વિપુલ ડાંગી,રાજપીપલા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!