લીંબડી મથુરાપરા વિસ્તારમાં નજીવી બાબતે મારામારી સર્જાઈ
લીંબડી મથુરાપરા વિસ્તારમાં નજીવી બાબતે મારામારી સર્જાઈ ત્યારે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમ.એલ.સી નોંધાઈ હતી
ત્યારે આ બાબતે મળતી માહિતી મુજબ વાત કરીએ તો મથુરાપરા વિસ્તારમાં ડાભી અને શ્રીમાળી પરીવાર વચ્ચે બબાલ મચી જવા પામી હતી જેમાં બન્ને પક્ષેથી નીતીબેન શ્રીમાળી, સંજયભાઈ શ્રીમાળી, શૈલેષભાઈ ડાભી, પ્રવિણભાઇ ડાભી ઈજાગ્રસ્ત થયા હતા જ્યારે આ તમામ ઈજાગ્રસ્ત લીંબડી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે દોડી આવ્યા હતા અને હોસ્પિટલમાં આ મારામારી બાબતે એમ.એલ.સી. નોંધાઈ હતી ત્યારે આ બાબતે લીંબડી પોલીસને જાણ થતાં પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી અને આ બાબતે તપાસ હાથ ધરી હતી જેમાં સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સામાન્ય એક પીપોડી વગાડવા બાબતે આ મારામારી સર્જાઈ હતી
રિપોર્ટ : કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર
ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300