ખુનના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમાં જુનાગઢ ખાતેથી ઝડપી પાડતી શાપર (વે.) પોલીસ

ખુનના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમાં જુનાગઢ ખાતેથી ઝડપી પાડતી શાપર (વે.) પોલીસ
Spread the love

ખુનના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમાં જુનાગઢ ખાતેથી ઝડપી પાડતી શાપર (વે.) પોલીસ

શાપર (વે.) પોલીસ સ્ટેશનના ખુનના ગુન્હાના આરોપીને ગણતરીની કલાકોમાં જુનાગઢ ખાતેથી પકડી પાડતી શાપર (વે.) પોલીસ

ગુન્હાની ટૂંક વિગત :-

શાપર (વેરાવળ) પોલીસ સ્ટેશન “એ” પાર્ટ ગુ.ર.નં.૧૧૨૧૩૦૯૧૨૪૦૦૩૪/૨૦૨૪ ઇ.પી.કો.કલમ-૩૦૨ તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબના ગુન્હાના કામે હકીકત એવી છે કે નીચે જણાવેલ આરોપીએ ગઇ તા.૧૨/૦૧/૨૦૨૪ ના સાંજના છએક વાગ્યે પોતાની પત્નિ મરણજનાર કમળાબેન ઉવ.૪૯ વાળી સાથે પોતાના ઘરે ઘરકંકાસ ઝગડો કરી માથામાં કોઇપણ હથીયાર વડે ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવી નાશી જતા ઉપર મુજબ ગુન્હો રજી. થયેલ છે.

ઉપરોક્ત ગુન્હાનો આરોપી ગુન્હો કર્યા બાદ નાશી ગયેલ હોય જેને પકડી પાડવા શ્રી અશોકકુમાર યાદવ સાહેબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબ પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય રાજકોટ નાઓએ સુચના કરેલ હોય જેના અનુસંધાને શ્રી કે.જી.ઝાલા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક ગોંડલ વિભાગ ગોંડલ તથા શ્રી બી.એલ.રોહિત સાહેબ સર્કલ પો.ઇન્સ. ગોંડલ સર્કલ નાઓના સિધા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. શ્રી આર.કે.ગોહિલ નાઓએ અલગ અલગ ટીમો બનાવી બનાવવાળી જગ્યાના એન્ટી-એકઝીટ પોઇન્ટના સી.સી.ટી.વી. કેમેરા તપાસી તેમજ ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સ આધારે તપાસ કરતા આરોપી જુનાગઢ ખાતે છુપાઇને રહેતો હોવાની હકીકત મળતા તુરત જ વર્ક આઉટ કરી સર્વેલન્સ સ્ટાફને આરોપીની તપાસમાં મોકલી આરોપીને જુનાગઢ ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.

> પકડાયેલ આરોપી :

પ્રેમજીભાઇ ગોવિંદભાઇ પરમાર જાતે-અનુ.જાતી ઉ.વ.૫૦ ધંધો-મજુરીકામ રહે.વેરાવળ (શા.) સર્વોદય સોસાયટી ગોવિંદનગરમાં કંકુબેન ભરવાડના મકાનમાં ભાડેથી તા.કોટડાસાંગાણી મુળ ગામ-ભદ્રેશી તા.વઢવાણ જી.સુરેન્દ્રનગર

> કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :-

આ કામગીરી શાપર વેરાવળ પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ શ્રી આર.કે.ગોહિલ તથા એ.એસ.આઇ. હરદિપસિંહ જાડેજા બ્રિજરાજસિંહ જાડેજા તથા વિરભદ્રસિંહ વાઘેલા તથા પો.હેડ કોન્સ. તુષારસિંહ જાડેજા તથા ક્રિપાલસિંહ રાણા તથા મહેન્દ્રભાઇ ધાધલ તથા મયુરસિંહ જાડેજા તથા ખીમજીભાઇ હુણ તથા ઉપેન્દ્રસિંહ ગોહિલ તથા ગીરીશભાઇ મકવાણા તથા નરેશભાઇ રોજાસરા તથા પોલીસ કોન્સ. અલ્પેશભાઇ ડામસીયા તથા પીયુષભાઇ અઘેરા લગધીરસિંહ જાડેજા તથા રણછોડભાઇ નાંગસ તથા રાજકોટ રૂરલ કમાન્ડ કંટ્રોલ શાખાના જાગ્રુતીબેન ડાંગર દ્વારા કરવામા આવેલ છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
(આસી.એડિટર)
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર
સાથે વિવેક ગૌદાણા (માંગરોળ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!