ઉત્તરાયણની ઉજવણી માતમમાં ફેરવાઈ

ઉત્તરાયણની ઉજવણી માતમમાં ફેરવાઈ:
લીમખેડાના કથોલીયામાં વીજ લાઈનમાં ફસાયેલો પતંગ કાઢવા ગયેલા 10 વર્ષિય બાળકનું વીજ કરંટ લાગતા મોત
દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કથોલીયા ગામમા ઉતરાયણના તહેવારની ઉજવણી દરમિયાન વીજ લાઈનમાં ફસાયેલી પતંગ કાઢવા જતા એક બાળકને વીજ કરંટ લાગ્યો હતો. જેથી તેનું મોત થયું હતું. જેને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર લીમખેડા તાલુકાના કથોલીયા ગામે ઉતરાયણના તહેવારની ઉજવણી દરમિયાન હૃદય દ્રાવક દુર્ઘટના ઘટી હતી. પતંગ ઉડાવતા સમયે પતંગ વીજ લઈનમાં ફસાઈ જતા તે પતંગને કાઢવા જતા બાળકને કરંટ લાગ્યો હતો. જેથી તેનું મોત થયું હતું.
રિપોર્ટ : દિપક રાવલ દાહોદ લીમખેડા
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300