અંબાજી : પંચ દશનામ અખાડા દ્વારા કોટેશ્વર ખાતે શાહી સ્નાન ( મીની કુંભ) કાર્યક્રમ યોજાયો

અંબાજી : પંચ દશનામ અખાડા દ્વારા કોટેશ્વર ખાતે શાહી સ્નાન ( મીની કુંભ) કાર્યક્રમ યોજાયો
Spread the love

અંબાજી : પંચ દશનામ અખાડા દ્વારા કોટેશ્વર ખાતે શાહી સ્નાન ( મીની કુંભ) કાર્યક્રમ યોજાયો……

અંબાજી – મકરસંક્રાતિ ના પાવન પર્વે પંચ દશનામ અખાડા દ્વારા કોટેશ્વર ખાતે શાહી સ્નાન ( મીની કુંભ) કાર્યક્રમ યોજાયો……

અંબાજી થી સાધુઓ ની સવારી નીકળી કોટેશ્વર ખાતે પહોંચશે……

મોટી સંખ્યા માં દેશ – વિદેશ થી સાધુ સંતો પધારતા અંબાજી સંતમય બન્યું…..

માનસરોવર થી નીકળી કોટેશ્વર ખાતે શાહી સ્નાન કરવા પહોંચશે સાધુ – સંતો…..

ગુજરાત ના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ મકરસંક્રાંતિ ના પાવન પર્વ ની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી .જેમાં પંચ દશનામ અખાડા ના મહંત વિજયપૂરી મહારાજ દ્વારા શાહી સ્નાન નું આયોજન કરવામાં આવ્યું હતું 

અંબાજી ના માનસરોવર ખાતે આવેલ પંચ દશનામ અખાડા ના મહંત વિજયપૂરી મહારાજ ના સાનિધ્ય અને આગેવાની માં દેશ – વિદેશ થી પધારેલા સાધુ – સંતો અંબાજી ખાતે પધરામણી કરતા સમગ્ર અંબાજી નગર માંથી મોટા પ્રમાણ માં ધર્મપ્રેમી જનતા સાધુ – સંતો ના દર્શન ,સેવા અને આશીર્વાદ લેવા આવ્યા હતા. અંબાજી ખાતે મોટા પ્રમાણ માં સાધુ સંતો પધારતા ,અંબાજી જાણે સંતો નું નગર બન્યું હોય તેવું વાતાવરણ સર્જાયું હતું.

મકરસંક્રાતિ ના દિવસે સૂર્યનારાયણ ઉત્તર દિશા માં પ્રયાણ કરતા આ દિવસ તીર્થ અને સંગમ સ્થળે સ્નાન કરવાનું નું શાસ્ત્રોક્ત રીતે ખુબજ મહત્વ રહેલું છે . અંબાજી ખાતે ગત ૨ વર્ષ થી મકરસંક્રાતિ પર્વ પર સાધુ- સંતો ના આગમન સાથે શાહી સ્નાન નું આયોજન થઈ રહ્યું છે.ત્યારે આ વર્ષે પણ માનસરોવર ખાતે આવેલ ભૈરવ ધુણા, ભોલાગીરી મહારાજ ના તપ સ્થળ પરથી મહંત થાણાપતિ વિજયપુરિ મહારાજ ની આગેવાની માં માનસરોવર ખાતે દેશ – વિદેશ થી આવેલ ૧૦૦ થી વધુ સાધુ – સંતો ભેગા થયા હતા. અને વાજતે – ગાજતે અંબાજી નગર થી સાધુઓ ની સવારી નીકળી હતી જે કોટેશ્વર ખાતે સરસ્વતી કુંડ ખાતે શાહી સ્નાન માટે પહોંચશે.

અંબાજી ખાતે સતત ત્રીજા વર્ષે સાધુ સંતો નું આગમન ઉત્તરાયણ પર્વ ના દિવસે થયું હતું . જેમાં મોટી સંખ્યા માં ભક્તોએ સંતો ની સવારી ના દર્શન કર્યા હતા અને કુંભ ના નાગા સાધુઓ અને વિવિધ સંતો ના દર્શન અને આશીર્વાદ લીધા હતા.

રિપોર્ટ : અમિત પટેલ.અંબાજી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!